________________
તેમને બીજાં કાંઈ સ્મૃતિમાં ન આવતાં મિત્ર જ યાદ આવ્યું તેઓએ એ પ્રતિબિંબ પ્રત્યે કહ્યું કે—
“ વપુરવ તોss છું છિન્નમૌત્રના.” થડે વખત વીત્યા પછી વળી બધું શાંત અને સ્વસ્થ થયું, હાથી હાથીને ઠેકાણે ગયો અને કેને વ્યવહાર પણ પૂર્વની જ પેઠે ચાલવા લાગે; ત્યારે આ ભટ્ટજી પણ ધીમે ધીમે પિતાના ઘર તરફ પ્રથિત થયા-કેમ જાણે ખુદ અભિમાન જ મનુષ્યના રૂપે ન ચાલતું હોય.
વિદ્યાથી હરિભદ્ર * એક દિવસ ભદજી રાજમહેલમાંથી નીકળીને પિતાના ઘર ભણી ચાલ્યા આવતો હતો. રસ્તામાં એક જૈન ઉપાશ્રય પડતે હ–જેના ઉપર બેસીને સાધ્વીઓ સ્વાધ્યાય કરતી હતી. દૈવયોગે આજ જ એ સાધ્વીઓના સ્વાધ્યાયને ધ્વનિ જેમ લોઢાને પારસમણિ અડકે તેમ આ ભદ્રજીના કાનને અડો . જે આર્યા (છંદ)ને એ આર્યાએ એલતી હતી તેને આ ભટ્ટજી મહાશયે બરાબર સાંભળી–અક્ષરશઃ અવધારી અને તેને અર્થ સમજવા સારૂ તેમણે યથાસાંધ્ય દત્તચિત્ત થઈને પરિશ્રમ પણ કર્યો. કિંતુ તુંબડીમાં કાંકરાની પડે આ ભટ્ટજી મહાશયને એ આર્યાને એક અક્ષર પણ સમજાય નહિ. ભટ્ટજીના અભિમાનનો આ છેલ્લો શ્વાસ હતો, છતાં તેમણે મૂછે તા દઈને એ આર્યાને ગાનારી જૈનઆર્યાને પણ ઉપહાસ કરવો ન છે. એ ગાથા, સાંભળીને ભટ્ટજી બેલ્યા કે, “માતાજી અંબાજી! તમે તો આ ગાથામાં ખૂબ ચકચકાટ કર્યો” જેન આર્યા પણ સમયની જાણ હોવાથી ઘણી મીઠાશથી બેલી કે, “બાપુ ! નવું નવું તે એમ જ હોય ” આ સાંભળીને ભદજીની ખટાશ મીઠાશમાં પરિણમી અને તેમને પિતાની ભીષ્મપ્રતિજ્ઞાનું પણ સ્મરણ થયું. હવે એ ભદજીએ નહિ પણ શ્રીહરિભદ્રજી મહાશયે વિશેષ નમ્રતાપૂર્વક એ જેનઆર્યાને જણાવ્યું કે, માતાજી ! તમે મને તમારા ચેલો કરે અને જે ગાથા હમણું બોલ્યાં તેનો અર્થ પણ કૃપા કરીને સમજાવો. જૈન મહત્તરાએ
૧ શ્રીહરિભદ્રજી જે ગાથાને સમજયા ન હતા તે ગાથા-આર્યા–આ હતી: - "चक्कीदुर्ग हरिपणगं पणगं चकोण केसवो चक्की,
केसव चक्की केसव दु चक्को केसव चकी य" આ ગાથામાં “ચ” વધારે હોવાથી શ્રીહભિદ્ર ને વિશેષ ચકચકાટ લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org