________________
પણ બામ્બુ અને ઉષ્ણસ્પર્શનું કારણ કયાંય સચિત્ત પદાર્થ છે અને કયાંય અચિત્ત પદાર્થ છે-એમ સમજી લેવાનું છે. આ જ પ્રકારે શીઆળાની મોસમમાં પર્વતની તળેટીમાં અને પાસે વૃક્ષોની નીચે જે ઉષ્ણતાને અનુભવ થાય છે તેને પણ મનુષ્યના શરીરમાં રહેલા ઉષ્ણસ્પર્શની પેઠે જીત્ર-હેતુક સમજવાને છે. એ જ પ્રકારે ખરા ઉનાળામાં બહારના સખત તાપને લીધે જેમ મનુષ્યના શરીરમાં રહેલા તૈજસ શરીરરુપ અગ્નિ મંદ પડી જાય છે અને તેથી મનુષ્યનું શરીર ઠંડું દેખાય છે તેમ જ પાણીમાં જણાતા ઠંડા સ્પર્શ વિષે પણ સમજવાનું છે અર્થાત જેમ મનુષ્ય–શરીરને ઠંડે સ્પર્શ છ–હેતુક છે તેમ પાણીમાં જણાત ઠંડે સ્પર્શ પણ છવ-હેતુક જ છે. આ રીતે અનેક યુક્તિઓથી પૃથિીની પડે પાણીને પણ જીવવાળું સમજી લેવાનું છે.
હવે અશ્ચિને પણ સજીવ તરીકે સમજવાનું છે અને તેની યુક્તિ આ પ્રમાણે છે: ---જેમ રાત્રીમાં ખજુઓ (ખો) પિતાના શરીર–પરિણામથી પ્રકાશ આપે છે અને એ પ્રકાશ છવ-શક્તિનું પ્રત્યક્ષ ફળ છે તેમ જ અંગારા વિગેરેના પ્રકાશને પણ જીવ-શક્તિના ફળરૂપે માનવા એ કાંઈ કોઈ પ્રકારે અયુક્ત નથી, અથવા જેમ તાવની ગરમી જીવવાના શરીર સિવાય બીજે કયાંય હાઈ શકતી નથી તેમ અગ્નિની ગરમી પણ એમાં જીવની હયાતી સિવાય હેઈ શકતી નથી. કેઈ ઠેકાણે અને કોઈ પણ સમયે મરેલા શરીરમાં વાવની હયાતી હોઈ શકતી નથી–એ રીતે ઉણતાની સાથે જીવની હયાતી સહચાર જણાતો હોવાથી અને સચિત્ત માનવામાં કશો વાંધો હોય એમ જણાતું નથી. ૧. જેમ ખજુઆના શરીરમાં રહેલે પ્રકાશ જીવવાળે છે તેમ અંગારા વિગેરેમાં રહેલે પ્રકાશ પણ છવના સંયોગથી જ થએલો છે. ૨. જેમ મનુષ્યના શરીરમાં આવેલો તાપ જીવ– મેગી મનાય છે તેમ જ અંગારા વિગેરેમાં રહેલો તાપ પણ જીવ-યોગી છે એમ મનાવું જોઈએ. સૂર્ય વિગેરેનો પ્રકાશ પણ છવ-સંગી જ છે માટે એ વિષે પણ કશો વાંધે આવે તેમ નથી. ૩. જેમ આકાર લેવાના પ્રમાણને લીધે મનુષ્યના શરીરમાં હાની અને વૃદ્ધિ થાય છે તેમ જ અને તે જ હેતુથી પ્રકાશમાં પણ હાની અને વૃદ્ધિ થતી હેવાથી એને (પ્રકાશને) પણ મનુષ્યના શરીરની જ પેઠે જીવ-સગી માને જોઈએ. એ પ્રકારે બીજી પણ અનેક દલીલેથી અગ્નિમાં જીવ હોવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org