________________
અને વનસ્પતિએ પચે એક ઈદ્રિયવાળા જીવો છે. પરંતુ એમાં જીવ હેવાના કઈ પ્રકારનાં સ્પષ્ટ નિશાને જાણી શકાતાં નથી માટે એ બધાને એકઇંદ્રિયવાળા જીવ શી રીતે માનવા? એ પ્રશ્નના જવાબ આ પ્રમાણે છે – કે, એ પૃથિરી વિગેરેમાં જીવ હોવાનાં સ્પષ્ટ નિશાને નથી મળી શકતાં, પણ એ બધા એક-ઈદ્રિય પ્રાણિઓમાં એ નિશાને અસ્પષ્ટપણે તો માલૂમ પડે છે. જેમ મૂછ પામેલા મનુષ્યમાં, જીવ હોવાનું નિશાન સ્પષ્ટ નથી જણાતું, છતાં એમાં જીવની હયાતી માનવામાં આવે છે તેમ એ એકે દિયવાળા છવામાં પણ સમજી લેવાનું છે. કદાચ એમ કહેવામાં આવે કે, મૂછ પામેલા મનુષ્યમાં જીવનું મુખ્ય નિશાન શ્વાસ લેવાનું છે તે તો સ્પષ્ટપણે જણાય છે અને પૃથિલી વિગેરેમાં એમાં કાંઈ પણ જણાતું નથી તેથી એની સજીવતા શી રીતે માની શકાય? એને ઉત્તર આ પ્રમાણે છે–પૃથિરીમાં એક એવી જાતની શકિત રહેલી છે કે, જે પિતાની જ જે બીજો અંકુરે ઉગાડી શકે છેજેમ મીઠું, પરવાળાં અને પાષાણ વિગેરે. ગુદાના કિનારા ઉપર રહેલા અર્થે જેમ મંસના અંકુરોને ઉત્પન્ન કરે છે, એ એની સજીવપણુંની નિશાની છે તેમ એ પૃથ્વી વિગેરે પણ પિતાની જ જેવા બીજા અંકને ઉગાડવાની શક્તિ ધરાવતા હોવાથી જીવવાળા છે એમ શા માટે ન મનાય ? જેમાં ચૈતન્યનાં નિશાને છૂપાં રહેલાં છે અને ચૈતન્યનું એકાદ નિશાન ( વ્યક્ત ) સંભવે છે તેવી વનસ્પતિઓની જ પેઠે પૃથિવી વિગેરેને ચેતનાવાળાં શા માટે ન માનવાં ? વનસ્પતિ, ઋતુનાં રગે ફળનારી હોવાથી એમાં સ્પષ્ટપણે ચૈતન્ય છે એમ જાણી શકાય છે તે જ પ્રમાણે પૃથિવીમાં પણ ચિતન્યનું નિશાન જણાતું હોવાથી એને જીવવાળી શા માટે ન માનવી?–પૃથિવીમાં અવ્યક્ત–ઉપયોગ, જે તન્યની એક નિશાની છે તે રહેલી છે તેથી એને જીવવાળી માનવી એ યુક્તિયુક્ત છે. કદાચ એમ કહેવામાં આવે છે, પરવાળાં અને પાણું વિગેરે તે. કઠણ છે માટે એને જીવવાળા શી રીતે માની શકાય? એનો ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ શરીરમાં રહેલું હાડકું કઠણ છે તે પણ જીવવાનું છે એ જ રીતે એ કહ્યું અને ચૈતન્યવાળી પૃથિવીને પણ જીવવાળી માનવાની છે. અથવા જેમ પશુ-શરીરમાં રહેલાં શિંગડાં અને સાસ્ના વિગેરે જીવવાળાં છે તેમ એ પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાં છવ-શરીરે છે, કારણ કે, એ બન્ને એક સરખી રીતે છેદાય છે, ભેદાય છે, ફેંકાય છે, ભગવાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે અર્થાત એ રીતે એ પૃથિવી વિગેરે પણ જીવવાળાં છેસંસારમાં જે કંઈ પુકલ-દ્રવ્ય છે તે બધાં S, J. P. . 10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org