SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ તદ્દન અસદુ૫ છડું ભૂતને નિષેધ કરવાની જરૂર હોતી નથી તેમ જે જીવ પણ તદન અસદ્રપ હોત તે એને પણ નિષેધવાની જરૂર રહે નહિ અર્થાત્ તમારી (નાસ્તિકોની) તરફથી કરવામાં આવતે જીવનો નિષેધ જ જીવની હયાતીને સાબીત કરી શકે છે. કોઈ પણ પ્રામાણિક કદી યે કઈ અસત વસ્તુને નિષેધ કરે નહિ. જે નિષેધ થાય છે એ તો માત્ર વસ્તુના એક બીજા સાથેના સંબંધનો છે, પરંતુ વસ્તુ નથી. જેમ કોઈ કહે કે, ખર-વિષાણ નથી અથવા દેવદત્ત ઘરે નથી. તો એનો અર્થ એટલે જ છે કે, ખર અને વિષાણુ (શિંગડું) નો પરસ્પર સંબંધ નથી બાકી તો ખરા (ગધેડે ) પણ છે અને વિષાણુ (શિંગડું) પણ છે. “ખર -વિષાણું નથી” એ જાતનો નિષેધ ફક્ત ખર અને વિષાણુના સંબંધનો જ (નિષેધ કરે) છે, એમ જ “દેવદત્ત ઘરે નથી” એ વાક્ય પણ દેવદત્ત અને ઘર વચ્ચેને જે સાક્ષાત્ સંબંધ છે તેનો જ પ્રતિબંધ કરે છે–બાકી તો દેવદત્ત પણ છે અને ઘર પણ છે–એ નિષેધવાકય દ્વારા એ બેમાંના એક પણ ભાવને નિષેધ થઈ શકતો નથી. એ જ પ્રકારે “બજો ચંદ્ર નથી” “ઘડા જેવડાં મેતી નથી” અને “આત્મા નથી” ઇત્યાદિ નિષેધ કરનારાં વાના ભાવને સમજી લેવાને છે અર્થાત એ વાક્યો ચંદ્ર, મોતી કે આત્માને નિષેધ કરતાં નથી, પરંતુ ચંદ્રની અનેકતા, મોતીનું ઘડા જેવડું પ્રમાણ અને અમુક શરીર સાથે આત્માને સંગ–એ પ્રકારની વિશેષતાનો જ નિષેધ કરે છે-બાકી તે મોતી પણ છે અને ઘડા જેવડું માપ પણ છે-કિંતુ એ બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી–એ જ અભિપ્રાયને લઇને ઉપર જણાવેલું આ વાક્ય “ઘડા જેવડાં મોતી નથી” યોજાએલું છે. એ જ રીતે “આત્મા નથી એ વાક્યને પણ ભાવ એ છે કે, “અમુક શરીર સાથે આત્માનો. સંબંધ નથી.’ આગળ ઉપર એવું ચેકસ જણાવી ચૂક્યા છીએ કે, જે વસ્તુ સાવ અસતું હોય તે / નિષેધ હોઈ શકે નહિ-નિષેધ તો એને જ હોઈ શકે, કે, જે ક્યાંયને કયાંય હયાતી ધરાવતી વસ્તુ હોય, . માટે “આત્મા નથી” એ નિષેધ પિતે જ આત્માની ક્યાતીને સાબીત કરે છે, પછી તે ગમે ત્યાં હોય. કિંતુ એ વાકય વડે આમાની વિધમાનતામાં જરા પણ સંશય આવે એવું નથી અર્થાત “કોઈ પણ ઠેકાણે જે વસ્તુની વિધમાનતા હોય તેને જ નિષેધ થઈ શકે છે” એ દલીલ દ્વારા તમારું (નાસ્તિકાનું) “આત્મા નથી એવું નિષેધ કરનારું વાક્ય પણ આત્માનું સ્પષ્ટપણે વિધાન કરી રહ્યું છે માટે હવે કઈ રીતે છતા આત્માને ઓળવવામાં સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy