________________
છે. જેમ ઘડે તેના–મૂળ-ઉપાદન-કારણ-માટી સિવાય થઈ શકતો નથી તેમ જ્ઞાન અને સુખ વિગેરે પણ એના મૂળ કારણ સિવાય થઈ શકે નહિ -અને જે એનું મૂળ કારણ છે એ જ આત્મા છે. જે કદાચ નાસ્તિકે જ્ઞાન અને સુખના મૂળ કારણ તરીકે શરીરને માનવાની વાત કરે, તે તે બેટી જ છે. કારણ કે, એ વાતનું ખંડન આગળ ઉપર ઘણું કરવામાં આવ્યું છે.
૮. જે જે શબ્દ વ્યુત્પત્તિવાળો અને એકલો (એકલે એટલે બે શબ્દને એક થએલે નહિ અર્થાત્ સમાસવાળે નહિ) હોય છે તેવા શબ્દને નિષેધ પિતાથી (નિષેધથી) વિરુદ્ધ અર્થને સાબીત કરે છે, અર્થાત જેમ “અઘટ” કહેવાથી ઘટની પણ સિદ્ધિ થઈ જાય છે તેમ “અજીવ’ કહેવાથી “જીવ’ ની પણ સાબીતી થઈ શકે છે. કારણ કે, “જીવ” શબ્દ વ્યુત્પત્તિવાળે છે અને એકલો પણ છે. વળી, અખરવિષાણુ” શબ્દમાં મળેલો “ખરવિષાણુ” શબ્દ વ્યુત્પત્તિવાળે હોવા છતાં એકલો નથી અને “અડિO” શબ્દમાં મળેલો “થિ’ શબ્દ એકલો હોવા છતાં પણ વ્યુત્પત્તિવાળે નથી માટે આ આઠમું અનુમાન એ જાતના વ્યુત્પત્તિ વિનાના અને સમાસથી બનેલા શબ્દોને લાગુ પડતું નથી. એ પ્રકારે આ અનુમાન પણ છવની સિદ્ધિમાં સહાયતા કરે છે.
. ઉપર જણાવેલા આઠમા અનુમાન વડે પિતાના શરીરમાં જીવની વિદ્યમાનતાને ચેસ કરી “જેમ આપણું શરીરમાં જીવે છે તેમ બીજાનાં શરીરમાં પણ છવ હવે જોઈએ, કારણ કે, શરીર માત્ર સરખાં છે” એ જાતના સામાન્ય અનુમાન વડે પણ જીવંત શરીર માત્રમાં જીવની વિદ્યમાનતા જણાઈ આવે છે. જીવની આ એક ખાસ નિશાની છે કે, એ, ઈષ્ટ વસ્તુઓ તરફ ખેંચાય છે અને અનિષ્ટ વસ્તુઓને અડકતો પણ નથી. આ નિશાની જીવંત શરીરમાત્રમાં પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. માટે એ જાતનાં બધાં. શરીરમાં જીવની સાબીતી થતાં જરા પણ વાર લાગે તેમ નથી અને કશો વાંધો પણ આવે તેમ નથી.
૧૦. કઈ પણ ઠેકાણે જે વસ્તુની વિદ્યમાનતા હોય છે તેનો જ નિષેધ થઈ શકે છે. ક્યાંય પણ જે ચીજની હયાતી હોતી નથી તેને વળી નિષેધ ? તમે (નાસ્તિકે) આ સ્થળે જીવને નિષેધ કરે છે તે એ જ નિષેધ એની (જીવની) વિધમાનતાને સાબીત કરવાને પૂરતું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org