________________
તે જ્યાં જ્યાં શરીર હોય ત્યાં ત્યાં જરૂર એ પણ દેખાવું જોઈએ અને જ્યાં શરીર ન હોય ત્યાં ન દેખાવું જોઈએ. પરંતુ એવું તે કયાંય દેખાતું નથી. જુઓ તો માલુમ પડશે કે, જે લોકો મધ પીને મત્ત બનેલા છે, મૂછ પામેલા છે અને ઊંધમાં પડેલા છે તેના શરીરમાં કઈ ખાસ જાતનું ચૈતન્ય જણાતું નથી. જે શરીર અને ચૈતન્યનો જ કાર્યકારણ સંબંધ હોત તો એ શરીરમાં પણ શા માટે લખનારની જેવું ચૈતન્ય ન જણાઈ શકે ? વળી, જે શરીર અને ચૈતન્યનો જ કાર્યકારણ સંબંધ હોત તે જે શરીર નબળાં છે એમાં ચૈતન્યનો પ્રકર્ષ જણાય છે અને જે શરીર પુષ્ટ અને જાડાં છે એમાં ચૈતન્યને અપકર્ષ જણાય છે તે પણ કેમ જણાય? માટે આવા અનેક ઉદાહરણથી સાબીત થઈ શકે છે કે, શરીર અને ચૈતન્ય વચ્ચે કાઈ પ્રકારનો સંબંધ નથી, તેમ કાર્યકારણ સંબંધ પણ નથી, એ તદન સાચી વાત છે. એક તત્વજ્ઞાનીએ ગાયું છે કે,
પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ, દેહ હોય જે આતમા ઘટે ન આમ વિકલ્પ. ” પ૬.
જડ ચેતનને ભિન્ન છે કેવળ પ્રગટ સ્મા;
- એકપણું પામે નહીં ત્રણે કાળ દયભાવ.” ૫૭. - આ ઉપરથી નક્કી થાય છે કે, ચેતન્ય શરીરથી બનતું નથી તેમ શરીરમાં પણ બનતું નથી. વળી, ચેતન્ય શરીરથી બને છે, કે શરીરમાં બને છે એ વાત ને સાબીત કરવા માટે કોઈ પ્રમાણ પણ મળતું નથી. કદાચ એ વાતને નક્કી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણને આડું ધરવામાં આવે તે તે બરાબર નથી. - કારણ કે, ચૈતન્ય ઈદ્રથી કળાય એવી ચીજ નથી અને પ્રત્યક્ષ પ્રમાણ
તો પિતાની ક્રિયા ઈદ્રિયો વડે જ કરે છે માટે ચૈતન્યને લગતી હકીકતમાં પ્રત્યક્ષ પ્રમાણે કામ આવી શકે એવું નથી. વળી, એ બાબતને નક્કી કરવા માટે અનુમાન પ્રમાણુ તે તદ્દન અશક્ત છે, કારણ કે, આત્માને નહિ. માનનારા - નાસ્તિક અનુમાનને પ્રમાણુ તરીકે સ્વીકારતા જ નથી. કદાચ એમ કહેવામાં
આવે છે, જેમાં દારૂ બનાવવાની ચીજો એક સાથે મળવાથી એમાં માદકપણું પેદા થાય છે તેમ જ્યારે આ ભૂત શરીરને આકાર ધારણ કરે છે ત્યારે જ તેમાં ચૈતન્ય પેદા થાય છે કારણું કે, જ્યાં શરીર હોય છે ત્યાં જ ચેતન્યની પણ હયાતી જણાય છે—એ જાતની દલીલથી શરીર અને ચિતન્ય વચ્ચેને વિશેષ સંબંધ જાણી શકાય તેમ છે. પરંતુ વિચાર કરતાં એ દલીલ ખેડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org