________________
એક જ ખ્યાલ આત્માનું પ્રત્યક્ષ ભાન કરાવવાને બસ છે–અર્થાત શરીર અને ઇંદ્રિયોની અચેર દશામાં પણ “ હું સુખને અનુભવું છું” એવો ભાવ જેનામાં થાય છે તે જ આત્મા છે અને “હું સુખને અનુભવું છું” એવો ખ્યાલ પ્રાણી માત્રને થતો હોવાથી એ આત્મા ઍ કાઇને પ્રત્યક્ષ છે, એમ. કહેવામાં પણ વાંધો નથી; માટે શરીરથી જુદો અને “હું સુખી છું” એ જાતના અનુભવને આધાર, કોઈ આત્મા નામને જ્ઞાનવાળો પદાર્થ પણ સ્વીકારવો જરૂરી છે. વળી, જે એમ કહેવામાં આવ્યું છે કે, ” ચૈતન્યને. સંબંધ થવાથી શરીર સચેતન થાય છે અને એને જ “હું પણું” ની બુદ્ધિ થયા કરે છે” ઇત્યાદિ. એ પણ વ્યાજબી નથી કારણ કે, જે પદાર્થ પિતે ચૈતન્યવાળ નથી હોતો, તેને ગમે તેટલે ચૈતન્યનો સંબંધ થાય તે પણ એનામાં ચેતનાશક્તિ આવી શકતી નથી. જેમ ઘડામાં પ્રકાશ આપવાની શક્તિ નથી અને એને હવે ભલેને હજારો દીવાઓને સંબંધ જોડવામાં આવે તે પણ એ (ઘડે), કદીયે પ્રકાશ આપી શકતા નથી તેમ ખુદ શરીર ચૈતન્યવિનાનું હોવાથી એને ગમે તેટલે ચૈતન્ય-સંબંધ થાય તે પણ એનામાં “જ્ઞાનશક્તિ” હોઈ શકે નહિ, તેમ જ્ઞાનશક્તિ આવી શકે પણ નહિ. માટે “હું પણ” ની બુદ્ધિને આધાર આત્મા છે અને એ શરીરથી જુદો જ છે એમ માનવું દૂષણ વિનાનું છે. વળી, જે એમ જણાવ્યું હતું કે, ““હું જાડું છું – હું પાતળો છું” ઈત્યાદિ ખ્યાલ જેમ શરીરને જ ઘટે એવે છે તેમ “હું જાણું છું” એવો ખ્યાલ પણ શરીરને શા માટે ન ઘટે?” તે એ પ્રશ્ન પણ વ્યાજબી નથી. કારણ કે, જેમ શેઠ પોતે પોતાના વહાલા અને કામગરા નોકરમાં પણ પિતાની શેઠાઈ કલ્પી શકે છે અર્થાત –એ નેકર કરે એ જ મારે મંજુર છે–એવી બુદ્ધિ શેઠને થઈ શકે છે તેમ આ શરીર, આત્માનું વહાલું અને કામગરું નેકર છે તેથી એ આત્મા કેટલી કવાર પોતાના આત્મપણાને એમાં આરોપી દે છે અને કેટલાક શરીરના ધર્મોને પણ પિતામાં લઈ લે છે અને એમ થવાથી જ “હું જાડું છું
હું પાતળું છું” એવા કાલ્પનિક ખ્યાલો આત્મામાં ઉભા થયેલા છે, એથી કરીને એ ખ્યાલે શરીરમાં જ થાય છે એમ નથી. વળી, એ તે કાલ્પનિક હોવાથી એ વડે આત્માને પણ નિષેધ થઈ શકે નહિ.
વળી, તમે જે એમ જણાવ્યું હતું કે, “ચેતન્ય શરીરમાંથી જ બને છે “ ઈત્યાદિ. તે પણ તમારું કહેવું ખોટું છે. કારણ કે, શરીરની સાથે ચૈતન્યને કોઈ પ્રકારનો સંબંધ નથી. જે શરીરમાંથી જ ચેતન્ય બનતું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org