________________
૪૭
ચાલી શકતું નથી. જેને આપણે કેવળજ્ઞાની કહીએ છીએ એને પણ એ ચારે વાનાં હોય છે માટે એને જમ્યા વિના શી રીતે ચાલે ? કેવળજ્ઞાન થયા પહેલાં તે કેવળી જમતા હતા અને હવે કેવળજ્ઞાન થયા પછી એ કયો ફેરફાર એના શરીરમાં થઈ ગયો છે કે, જેથી એને જમવાની જરૂર પડે નહિ? - તમે જે એમ કહ્યું કે, “કેવળજ્ઞાનિને ઉદયમાં આવતું વિદનીય કર્મ બળેલી દેરડી જેવું નિર્બળ હોય છે તે કાંઈ બરાબર નથી. જે કેવળજ્ઞાનિને ઉદયમાં આવતું વેદનીયકર્મ નિર્બળ હોય તે એ (કેવળ) અત્યંત સુખનો અનુભવ શી રીતે કરી શકે ? શાસ્ત્રમાં તે કેવળજ્ઞાનિને અત્યંત સુખનો ઉદય કહેલો છે. એથી જ એમ સાબીત થઈ શકે છે કે, એને ઉદયમાં આવતું વેદનીય કર્મ (સુખદનીય કે દુઃખદનીય) નિર્બળ હોઈ શકતું નથી.
વળી, જ્ઞાનાવરણાદિ કર્મોને નાશ થવાથી એને પૂરેપૂરું જ્ઞાન તે પ્રગટે, પણ એથી એને ભૂખ ન લાગે એમ શી રીતે બને? કારણ કે, ભુખ લાગવાનું કારણ જે વેદનીય કર્મ છે, તેને તે હજુ એણે નાશ કર્યો નથી માટે એને વેદનીય કર્મને લીધે ભુખ લાગવી જ જોઇએ અને એ માટે જ એને આહાર પણ લેવો જોઈએ.
વળી, જેમ તડકો અને છ પરસ્પર વિરોધી હોવાથી એક સાથે રહી શકતાં નથી તેમ કાંઈ જ્ઞાન અને ભુખને પરસ્પર વિરોધ નથી કે, જેથી તે બન્ને એક સાથે ન રહી શકે.
વળી, જેમ કેવળજ્ઞાનિને સુખને ઉદય હોય છે તેમ દુઃખને પણ ઉદય હોય છે અને તેથી (દુઃખ વેદનીયને ઉદય થવાથી) એ અનંતવીર્યવાળે છે તો પણ એના શરીરના બળનો ઘટાડે અને ભુખને લીધે પેટમાં બળતરા સુદ્ધાં થાય છે, માટે જ એને નિરાહારી માનવાનું કોઈ કારણ નથી. અને આહાર લેવાથી એ કેવળજ્ઞાનિને પણ કાંઈ બાધ આવતું નથી. તથા તમે જે એમ કહ્યું કે, “કેવળજ્ઞાનિને વેદનીયની ઉદીરણ હોતી નથી અને તેથી જ ઘણું પુદ્ગલેને ઉદય ન થતો હોવાથી એને મુદલ પીડા થતી નથી તે પણ કાંઈ બરાબર નથી. કારણ કે, ચેથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org