________________
હવે દિગંબર જેને કહે છે કે, ઊપર પ્રમાણે સર્વાની સિદ્ધિ કરી છે તે અમારે પણ કબૂલ છે, કિંતુ એ વિષે અમારે એટલું કહેવાનું છે કે, એવા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને શક્તિને ધારણ કરનારા સર્વને આપણી પેઠે આહાર કરવાની જરૂર જણાતી નથી. માટે જ અમે કેવળજ્ઞાનવાળાને કવલાહાર (કોળીએ કળીયે લેવાતા આહાર) ની અગત્ય માનતા નથી. આ વિષયને લગતી વિગતવાર ચર્ચા નીચે પ્રમાણે છે – દિગંબર જૈન –કઈ પણ કેવળજ્ઞાની કવલાહારને કરતા નથી, કારણ કે,
તેમ કરવાનું તેને કોઈ કારણ નથી. શાસ્ત્રમાં કવલાહાર કરવાનાં છે કારણ જણાવ્યાં છે. જેમકે, પેટમાં બળતરા થવી, કોઈની સેવા કરવા જવું, જતાં આવતાં સાવધાનતા રાખવી, સંયમનું પાલન કરવું, જીવન નિર્વાહ કરે અને ધર્મતત્ત્વને વિચાર કરવો. આ છમાંનું એક પણ કારણ કેવળજ્ઞાનિને જણાતું નથી. માટે એ શી રીતે આહાર કરે ? વા શા માટે આહાર કરે ? ૧. કદાચ એમ કહેવામાં આવે છે, કેવળજ્ઞાનિને પણ વેદનીય
કર્મને ઉદય હોય છે, તેથી પેટમાં બળતરા થવાનો સંભવ છે અને એ માટે જ એને જમવાની પણ જરૂર છે. તે એ કાંઈ બરાબર નથી, કારણ કે, કેવળજ્ઞાનિને ઉદયમાં આવતું વેદનીય કર્મ બળેલી દોરડી જેવું નિર્બળ હોય છે એથી તેને કોઈ પ્રકારની વેદના થવાનો સંભવ નથી. કદાચ વેદના એટલે અનુભવ થાય તે તે ભલે, પરંતુ તેમને કોઈ પ્રકારની પીડા એટલે બળતરા વિગેરે થવાનું તે કાંઈ કારણ જ નથી. કારણ કે, તે અનંતવીર્યવાળા છે અને એવા અનંતવીર્યવાળાને વળી પીડા શી ? આહાર કરવાથી શરીર બળવાળું રહેવાને લીધે કેવળજ્ઞાનિને બીજા કોઈની સેવા કરવાને લાભ મળે છે-માટે જ એને (કેવળજ્ઞાનિને) આહાર કરવાની જરૂર જણાય છે. એ કથન પણ કાંઈ બરાબર નથી. કારણ કે, કેવળજ્ઞાન થયા પછી એ કેવળી ત્રિલેકિપૂજ્ય થાય છે માટે એને કોઈની પણ સેવા કરવાને પ્રસંગ રહેતો નથી.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org