________________
જેમિનિ –થયું. પ્રત્યક્ષ નહિ તે અનુમાન તે જરૂર સર્વજ્ઞની સિદ્ધિને.
નિષેધ કરી રહ્યું છે. જેન-ભાઈ, એ શી રીતે ? તમે એ માટે કઈ કઈ જાતનાં અનુમાન
કરે છે ? શું તમે એમ કહેવા ઈચ્છે છે કે, સર્વજ્ઞ નથી? વા. સર્વજ્ઞ અસર્વજ્ઞ છે? વા બુધ્ધ વિગેરે સર્વજ્ઞ નથી? વા બધા.
પુરૂષો સર્વજ્ઞ નથી? જેમિનિ–શરૂઆતમાં તે અમે એટલું જ કહીએ છીએ કે, “સર્વજ્ઞ નથી” જેનભાઈ, એ તે ખરું. પણ તેમ કહેવાને હેતુ પણ જણાવે તે ઠીક. જૈમિનિ–ભાઈ, કેઈ સર્વ જણાત નથી, સર્વિસ થવાનાં કારણે જાણતાં
નથી, સર્વજ્ઞ થવાનું પ્રજન જણાતું નથી અર્થાત સવાની જરૂર જણાતી નથી અને સર્વપણાની સાથે નિત્ય રહેતું એવું. કોઈ નિશાન પણ જણાતું નથી. માટે જ અમે કહીએ છીએ કે,
સર્વજ્ઞ નથી.' જેન–ભાઈ, જે તમે જે ન જણાતું હોય તેને ન માનતા હો તે તમે
બીજના ચિત્તના અભિપ્રાયોને પણ જાણી શક્તા નથી, તેથી તેની હયાતી શી રીતે માનશે ? તેમ એવી બીજી પણ ( પરમાણ, પિશાચ વિગેરે) ઘણી ચીજો છે કે, જે આપણાથી જણાતી નથી, તેને પણ તમે શી રીતે માનશે? અમને તો એમ જણાય છે કે, “ જે ન જણાતું હોય એ નથી ” એવો નિયમ જ ખોટો છે. વળી, અમે તમને આ એક પ્રશ્ન પૂછીએ છીએ કે, “ જે ન જણાતું હોય એ નથી ” એમ તમે જે કહો છે તેમાં “ન જણાતું હોય ” એટલે શું સમજવું? શું કયાંય તે વિદ્યમાન હોય, પણ કોઈ કારણથી ન જણાતું હોય તેને ન જણાતું ? સમજવું ?
કે જે કામુંકું ન હોય તેને ન જણાતું સમજવું ? જે મિનિટ–ભા, કયાંય તે વિધમાન હોય. પણ કોઈ કારણથી ન જણાતું
હોય તેને અહીં “ન જણાતું’ સમજવાનું છે. જેન – થયું. ત્યારે તો અહીં નહિ તે બીજે ઠેકાણે પણ સર્વજ્ઞની સાબીતી
તમારા જ મુખથી થઈ ગઈ અને એમ થવાથી અમારો આ વિવાદ પણ પતી ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org