________________
આ સંસારમાં એવી પણ ઘણી ચીજે અને ક્રિયાઓ થાય છે, કે, જેનો કરનાર બુદ્ધિવાળો ન જ હોય. આ વાત એકવાર કહી ગયા છીએ તે પણ વધારે સમજાવવા માટે જ એને અહીં ફરીવાર પણ કહીએ છીએ: ગગનમાં જે વિજળી ઝબકે છે તે કયા બુદ્ધિમાને બનાવી છે ? ઉંઘતે માણસ જે ક્રિયા કરે છે તે શું તે વખતે બુદ્ધિવાળો હોય છે? અર્થાત એ બધું બુદ્ધિવાળા કરનાર સિવાય પણ બનતું જણાય છે માટે તમારી બુદ્ધિવાળા કરનારને સાબીત કરવાની એક પણ દલીલ સાચી ઠરતી નથી.
વધારે કેટલુંક કહીએ. તમારી જગતના કરનારને સાબીત કરવાની કલ્પના. તે નજરે નજર બેટી પડે તેવી જ છે. કારણ કે, કોઈ મનુષ્ય અ યાર સુધી જગતના કરનારને એલો જ નથી. વળી, તમારી પેઠે અમે પણ એથી ઉલટી જ અટકળો પણ બાંધી શકીએ છીએ કે–જેમ કુંભાર માટી, ચાકડે અને ચીંથરાના પિતા વિના ઘડાને ઘડી શકતા નથી તેમ ઈશ્વર પણ એની પાસે કોઈ પ્રકારની સામગ્રી ન હોવાથી જગતને બનાવી શકે જ નહિ.
* બીજું, જેમ આકાશ બધે ઠેકાણે રહેલું છે અને ક્રિયા. વિનાનું છે તેમ ઈશ્વર પણ બધે ઠેકાણે રહેલો હોવાથી જરા પણ ક્રિયા કરી શકે નહિ. એ રીતે કઈ પણ પ્રકારે જગતને અનાવનાર ઈશ્વર ઠરી શકતો જ નથી. તે પછી એ નિત્ય છે, સર્વજ્ઞ છે અને એક છે એ વિગેરે બધું કહેવું તદ્દન નકામું જ છે.
અમે તે કહીએ છીએ કે, જે ઈશ્વર નિત્ય હોય તે એના એકલાથી જ જગતની રચના, રક્ષા અને સંહાર એ ત્રણ વાના કેમ થઈ શકે ? જે એક જ સ્વભાવવાળો હોય તે કદી પણ પરસ્પર વિરોધ રાખે એવાં કામ કરી શકે નહિ. માટે ઈશ્વરને તદ્દન નિત્ય માને એ પણ તમને પાલવે તેવું નથી.
વળી, એ સર્વજ્ઞ પણ સાબીત થઈ શકતું નથી. એવી એક પણ દલીલ કે અટકળ નથી કે, જે વડે આપણે ઈશ્વર
સર્વજ્ઞ તરીકે માની શકીએ. કવા–ભાઈ ઉતાવળા ન થાઓ, દલીલ છેઃ જો એ સર્વજ્ઞ ન હોય તે
એના બનાવેલા આ જગતમાં આવી અનેક જાતની વિચિત્રતાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org