________________
કર્મોનું બળ વધુ જણાય છે. ત્યારે ભાઈ, હવે ઈશ્વરને જવા દઈને
જે એને ઠેકાણે કર્મોને માને તે શું વાંધો છે? કર્તવા–એમ પણ નહિ. આ જગત તો ઈશ્વરની લીલા છે એટલે એ,
લીલા વડે જ થાય છે અને લીલા વડે જ પળાય છે. અકવા–ભાઈ, રાગ દ્વેષ વિનાને ઈશ્વરમાં લીલા શી હોય? ઈશ્વર તે
તે જ હોઈ શકે, કે જે લીલાને પણ તરી ગયે હેય અર્થાત
જ્યારે ઈશ્વરમાં લીલા જ હોય નહિ ત્યારે તે, એ વડે જગતને
શી રીતે બનાવે ? કવા –બીજું કાંઈ નહિ, પણ છેવટ એ કે, એ (ઈશ્વર) તો ભકતોને
તારવા અને દુષ્ટોને મારવા આ જગતને રચી રહ્યા છે. અર્જાવા–ભાઈ, તમારી એ વાત પણ ખોટી છેઃ રાગદેવ વિનાના ઇશ્વરને
તે બધે સમભાવ જ હોય—એને વળી ભક્ત કણ અને દુશ્મન કોણ? અર્થાત્ ઈશ્વરને જગતને સરજનાર સાબીત કરવા માટે
તમારી એક પણ જુક્તિ રીતસરની નથી. કવા–ભાઈ, હવે અમે આ એક છેવટની દલીલ અજમાવીએ છીએ.
જે પાંસરું પડયું તે ઠીક, નહિ તે હાર્યા તે છીએ જ. અમે એમ માનીએ છીએ કે ઈશ્વરને સ્વભાવ જ એવે છે, જે વડે જગતની રચના થયા કરે છે. અર્થાત જગતની રચના થવામાં
ઇશ્વરને સ્વભાવ સિવાય બીજું કાંઈ કારણ નથી. અકસૂંવા–ભાઈ, આ તે તમે ઠીક કહ્યું. પરંતુ જ્યારે તમે એમ માનવા
તૈયાર થયા છે કે, ઈશ્વરના સ્વભાવથી જગતની રચના થયા કરે છે એને બદલે એમ માને છે, કર્મના સ્વભાવથી જગતની
ના થયા કરે છે, તે શું વાંધો આવે ? છતે કર્મને સ્વભાવ મૂકીને કરનાર તરીકે નહિ જણાતા ઈશ્વરની કલ્પના કરવી, અમને તે વ્યાજબી લાગતી નથી. માટે એકલા કર્મના સ્વભાવને જગતના કારણભૂત માનવ એ યુક્તિયુક્ત અને ભૂલ વિનાનું છે.
વળી, જેમાં અમે તમોએ કરેલી કરવાપણને લીધે કરનારને સાબીત કરવાની કલ્પના બેટી પાડી છે તેમ તે જાતની તમારી બીજી કલ્પના પણ બેટી પડે તેવી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org