________________
વિગેરેને જોઈને એ કરેલાં છે, એવી બુદ્ધિ પેદા થતી હોય તે ભલે. પરંતુ એને જ એ જાતની બુદ્ધિ પેદા થવાનું કારણ વા નિમિત્ત શું છે? તે અહીં જણાવવું જોઈએ. અમારા ધારવા પ્રમાણે નજરે જેવાથી તે એવી બુદ્ધિ ઉગતી હોય એમ જણાતું નથી. જે તેમ હોય તે સૈને આખો સરખી જ હેવાથી અમને પણ એવી મતિ
શા માટે ન થાય ? કવા–ભાઈ ! પ્રામાણિક લેક, અનુમાન વા અટકળ કરીને એ જાતની
બુદ્ધિને પેદા કરે છે એથી કદાચ તમને એવો વિચાર ન થાયએ સ્વાભાવિક છે. અર્થાત્ એ જાતને વિચાર ઉગી આવવાનું
મૂળ કારણ અનુમાન કે અટકળ જ છે. અકવા–ભાઈ, આ તે કેવી વાત કે, હજુ સુધી કરનાને નક્કી કરવા
માટે સૌથી પેલાં જણાવેલી અટકળ ઠેકાણે નથી પડી, ત્યાં વળી આ અહીં બીજી અટકળ (અનુમાન) આવીને ઉભી રહી. જે એક અટકળને બીજી અટકળ ઉપર, ટાંગીને આપ કામ ચલાવવા માગતા હો તે કાંઈ પાર આવે તેમ નથી અને એમ અટકળ ઉપર અટકળ કયે જ જવાના છે તે પણ આરો આવે તેમ નથી. આ પ્રકારે–જમીન વિગેરેને જોઈને એ કરેલાં છે” એ બુદ્ધિ થવામાં જ ગેટાળે ઉભે થાય છે તો એ વડે જ ઉભી હતી
કરનારની અટકળ શી રીતે ખરી કરે ? વા–ભાઈ! તમે એક વાત ચૂકી ગયા જેણાઓ છે અને તે એ કે,
કાંઈ બધી બનાવટ (ચીજો) ને જોઇને જોનારના મનમાં “એ કરેલી છે” એવી મતિ થવી જ જોઈએ, એવો કા નિયમ નથી. જેમકે, એક ખાડે ખેડેલ હોય અને જ્યારે તેને પૂરીને સરખો કરવામાં આવે છે ત્યારે જોનારનાં મનને એવી કલ્પના પણ નથી થતી કે, અહીં ખાડો હતો અને પછી પૂરાઇને સમતળ થએલો છે અર્થાત જેમ પૂરેલે ખાડે પોતાના કરેલપણુંને જણાવી શકતો નથી તેમ કદાચ જમીન વિગેરે પણ પિતાનાં કરેલપણાને ન જણાવે તે બનવા જોગ છે એથી કાંઈ તેમાં રહેલું કરેલપણું કે કરવાપણું ચાલ્યું જતું નથી. ઉલટું એ, છૂપા રહેલા કરવાપણુ વડે જ કરનારને પણ ઉભો કરી શકાય છે. માટે જમીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org