________________
૧૦૮ ગાથાઓને આ સરળ અને સ્પષ્ટ અર્થ રહેવા છતાં આચાર્ય આનંદસાગરે એ જ ગાથાઓ દ્વારા શી રીતે હરિભદ્રને વીરાચાર્યના શિષ્ય કહીને પ્રસ્તુત હરિભદ્રથી જુદા પાડે છે”? એ ગાથાઓમાં કોઈ પણ શબ્દ કે વાક્ય દ્વારા હરિભદ્ર અને વીરાચાર્યના ગુરૂ-શિષ્યભાવને ગંધ આવે એમ નથી માટે જ એ આચાર્યશ્રીએ કરેલે ઉપમિતિની પ્રસ્તાવનાને એ ઉલ્લેખ સર્વથા બ્રાંત છે. આશ્ચર્ય તે એ થાય છે કે, જેનસમાજમાં આચાર્ય તરીકે ઓળખાતા અને આગમોના ઉદ્ધારક તરીકે પંકાએલા એ આચાર્યશ્રી એ કુવલયમાળાએની ગાથાઓને કેમ નહિ સમજી શક્યા હોય? જે બરાબર સમજ્યા હોય તે એમણે એ ગાથાઓના સ્પષ્ટ અર્થને પણ શા માટે મરડો હશે? અમારી વિાંતી છે કે એમને અમે જણાવેલે અર્થ સપ્રમાણ બરાબર જણાય તે જ એઓથી પોતાની ભૂલને જરૂરી સુધારે.
(ર) જે નંદીસૂત્રની ચૂર્ણિનાં અવતરણેને શ્રીહરિભદ્ર પિતાની નંદીની ટીકામાં ટાંકયો છે તે ચૂણિની પ્રતિને અને તે નંદીની ટીકાને અમે નામાં ભાંડારકરપ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરમાં અમારી નજરોનજર જેએલાં છે અને એ ચૂર્ણિમાં લખેલો આ ઉલ્લેખ “રાજનાજ્ઞા પsવર્ષાdy અતિશાજો; અછનવતિપુ નશ્વધ્યયનq: સમાપ્ત” તે અમે બરાબર વાંચેલો છે તે પછી એ માટે આચાર્ય શ્રી “ વૃદાચ તમાત્રાધાહ્ય રાતિયા” એવું લખે અને એ પણ કાંઈ પ્રમાણ સિવાય જ લખે એ શી રીતે માન્ય ગણી શકાય ? વળી, “નંદીચૂર્ણિ”ને સમયનો ઉલ્લેખ એ “નંદીચૂર્ણિ'ની પ્રાતે જ મળે છે એમ નથી, એ જ જાતને ઉલ્લેખ “હટ્ટિપ્પનિકાકારે પણ પિતાની બૃહપનિકામાં આપેલ છે, જેને આગળ હું બતાવી છું, આ પ્રકારે “ચૂર્ણિ” ના સુનિશ્ચિત સમયને દર્શાવનારા બે ઉલ્લેખે મેજુદ છે, છતાં તેને કોઇ પણ પ્રમાણુ કે બાધક બતાવ્યા સિવાય જ “અનિર્ણત” કહેવાની હિમ્મત કરવી એ સત્ય ઇતિહાસને લોપ કરવા જેવું છે.
(૩) આચાર્ય હરિભદ્ર પિતાના પ્રથમ જે જે પંડિતની સેંધ કરેલી છે તેમાં ભર્તુહરિ, કુમારિલ, ધર્મ પાળ અને ધમકીર્તિ મુખ્ય છે, જેઓએ વર્તમાન ઇતિહાસને અભ્યાસ કરે છે, તેઓ તે છે. એના સમય માટે પ્રાયઃ બે મત નથી ધરાવતા. જે આચાયેલી એ એ પુરૂષનાં સમયસાધક પ્રમાણે તપાસે, આજથી ૧૦૦ વર્ષ પૂર્વે આવેલા ચિનાઈયાત્રીએ લખેલાં તે વિશેનાં વર્ણન વાંચે અને તે ઉપરથી આધુનિક વિદ્વાનોએ કરેલા નિર્ણયનું મનન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org