________________
*
શ્રી રાયપાસેણઈય સુત્ત
ઉપર આઘાત કરતા, ભંભા મોટી ડાકોને અફળાવતા, ભેરી ઝાલર ઇંદુભીઓ ઉપર તાડન કરતા, મુરજ મૃદંગ નંદીમૃદંગને આલાપ લેતા, આલિંગ કુતુંબ ગેમુખી માદળ ઉપર ઉત્તાડન કરતા, વણા વિપંચી વલ્લકાઓને મૂછવતા, સો તારની મેટી વીણા કાચબી વણા ચિત્ર વિણાને ફૂટતા, બદ્ધીસ સુઘોષા નંદીઘાષાનું સારણ કરતા, ભ્રામરી પબ્રામરી પરિવાદનીનું સ્ટેટન કરતા, તૂણ તુંબવીણાને છબછબતા, આમોદ ઝાંઝ કુંભ નકુલનું આટન કરતા–પરસ્પર અફળાવતા, મૃદંગ હુડકી વિચિકકીઓને છેડતા, કરટી ડિંડમ કિણિત કડવાંને બજાવતા, દર્દરક દર્દારિકાઓ કુસ્તંબુરુ કલશીઓ મહુઓ ઉપર અતિશય તાડન કરતા, તલ તાલ કાંસાના તાલે ઉપર ડું થોડું તાડન કરતા–પરસ્પર ઘસતા, રિગિરિસિકા લત્તિકા મકરિકા શિશુમારિકાનું ઘટ્ટન કરતા અને બંસી વેણુ બાલી પરિકલી તથા બદ્ધકોને ફૂંકતા હતા.
૮૭ એ રીતે એ ગીત નૃત્ય અને વાદ્ય દિવ્ય મને જ્ઞ મનહર અને શૃંગારરસથી તરબોળ બન્યાં હતાં, અદ્ભુત થયાં હતાં, બધાનાં ચિત્તનાં આક્ષેપક નીવડયાં હતાં. એ સંગીતને સાંભળનારા અને નૃત્યને જેનારા દ્વારા ઉછળતા વાહવાહના કોલાહલથી એ નાટકશાળા ગાજી રહી હતી. એમ એ દેવેની દિવ્ય રમત પ્રવૃત્ત થએલી હતી. એ રમતમાં મસ્ત બનેલા તે દેવકુમાર અને દેવકુમારીઓએ શ્રમણ ભગવાન મહાવીરની સામે સ્વસ્તિક શ્રીવત્સ નંદાવર્ત વર્ધમાનક ભદ્રાસન કલશ મત્સ્ય અને દર્પણના દિવ્ય અભિન ૯૪ કરી એ મંગળરૂપ પ્રથમ નાટક ભજવી દેખાડ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org