SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રી રાયપણઈય સુત્ત યાન વિમાનની સવારીમાં જોડાએલાં હતાં આ રીતે વિમાનના સ્વામી સૂર્યાભદેવની આગળ પાછળ અને બન્ને બાજુએ અનેક દેવ દેવીઓ ગોઠવાએલાં હતાં અને એ યાન વિમાન એ બધાંને ઉપાડી વેગબંધ ગાજતું ગતિ કરતું હતું. ૭૧ એ રીતે સજધજ થએલે સૂર્યાભદેવ, પોતાના એ દિવ્ય ઠાઠમાઠને બતાવતે બતાવતો સોધમક૯૫ની વચ્ચે થઈને નીકળ્યો, અને સૌધર્મક૯૫થી ઉત્તરમાં આવેલા નીચે આવવાના-૮૫નિર્માણમાર્ગ તરફ તેણે પિતાના એ યાન વિમાનને હંકાર્યું. તે, એ નિર્માણમાને પહોંચતાં લાખ જનની વેગવાળી-૬ ગતિથી ઝપાટાબંધ ભારતવર્ષ તરફ આવવા લાગ્યા. આ તરફ આવતાં આવતાં તેને અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઉ૯લંઘવા પડયા. એ રીતે ગબંધ ગતિ કરતો એ સૂર્યાભદેવ નંદીશ્વર દ્વીપ૭ સુધી આવી પહોંચે અને ત્યાં અગ્નિકોણમાં આવેલા રતિકર પર્વત પાસે આવી લાગ્યા. આ રતિકર પર્વત પાસે આવીને એ સૂર્યાભદેવે પૂર્વે વર્ણવેલી પિતાની દેવમાચા સંકેલી લીધી અને જંબૂદ્વીપના ભારતવર્ષમાં પહોંચવા જેવી સાધારણ વ્યવસ્થા કરી લીધી. હવે તે, રતિકર પર્વતથી જંબુદ્વીપ ભણી આવવાના માર્ગે પિતાના ચાન વિમાનને હંકારવા લાગ્યા અને સુરતમાંજ ભારતવર્ષમાં પહોંચ્યું. ત્યાં પહોંચી તેણે આમલકમ્પાને રસ્તો લીધો અને ઝપાટામાંજ આમલકીપાના અંબાલવણચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ઊતર્યા છે ત્યાં આવી લાગ્યો. ત્યાં આવતાં જ તેણે એ દિવ્ય યાન વિમાન સાથે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy