SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી રાયપણુઈય સુત્ત સ્પર્શ પણ પૂર્વોક્ત મણિઓની પેઠે ઘણે સુગંધી અને અતિશય સુંવાળે હતે. ૬૮ એ આભિગિક દેએ પિતાના સ્વામી સૂર્યાભદેવની આજ્ઞા પ્રમાણે પૂર્વે વર્ણવેલું એવું સુંદર દિવ્ય યાન વિમાન સજધજ કર્યું અને એની પૂર્ણાહુતિના સમાચાર તેમણે વિનયપૂર્વક સૂર્યાભદેવને જણાવી તેની આજ્ઞા તેને પાછી ઑપી. ૬૯ પિતાની ધારણા પ્રમાણે એ દિવ્ય યાન વિમાનની તૈયારીના સમાચાર જાણ સૂર્યાભદેવને આનંદ થયો. હવે તેણે પિતાના રૂપને નિંદ્ર પાસે જવા જેવું ચેગ્ય કર્યું. મેટા પરિવારવાળી પોતાની ચાર પટ્ટરાણું અને ગાંધઓંનું તથા નાટકકાર-નાટકીયાઓનું મેટું લશ્કર એ બધા સાથે એ સૂર્યાભદેવે તે દિવ્ય યાન વિમાનની પ્રદક્ષિણા કરી અને પછી પૂર્વ દિશાના સોપાનદ્વારા તે, એ યાન વિમાન ઉપર ચડી તેમાં ગોઠવેલા મુખ્ય સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠે. પછી તેના ચાર હજાર સામાનિક દે, એ યાન વિમાનની પ્રદક્ષિણા કરી ઉત્તર દિશાના સોપાન દ્વારા એના ઉપર ચડવ્યા અને પૂર્વે ગોઠવેલાં પેતપતાનાં આસન ઉપર બેઠા. તથા બીજા દેવ અને દેવીએ પણ યાન વિમાનની પ્રદક્ષિણપૂર્વક દક્ષિણ દિશાના સોપાન દ્વારા વિમાન ઉપર ચડી પોતપોતાનાં જુદાં જુદાં આસન ઉપર ગોઠવાઈ ગયાં. ૭૦ એ યાન વિમાનની સવારીમાં સૌથી પ્રથમ આગળ અષ્ટમંગળ-આઠ મંગળ-અનુકમે ગોઠવાએલાં હતાં. તેમાં પહેલે સ્વસ્તિક, બીજે શ્રીવત્સ, ત્રીજે નંદાવર્ત, ચોથું વર્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy