SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૪૩ સુગંધી, સરસ સ્પર્શવાળા અને રંગબેરંગી મણિઓ પણ તેવાજ જડેલા હતા, જેમાં પદ્મલતાઓ ભરેલી છે એ એક માટે સારામાં સારો ચંદરવો તે મંડપમાં બાંધેલ હતો. ૬૩ તે મંડપના એ લીસા ભૂભાગની વચ્ચે વચ્ચે તે દેએ એક મટે વજામય અખાડે બનાવ્યો, એ અખાડાની વચ્ચે વચ્ચે, આઠ રોજન લાંબી પહોળી અને ચાર જન જાડી એવી એક ટી સ્વચ્છ, સુંવાળી, મણિમય મણિપીઠિકા બનાવી. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન સ્થાપિત કર્યું. સિંહાસન ઉપરના ચાકળા સુવર્ણમય તાર ઝીક અને સતારાથી ઝગઝગતા હતા; સિંહે રત્નના, પાયા સેનાના, પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના, ગાત્રે જાંબૂનદનાં, સાંધાઓ વાના અને સિંહાસનનું વાણુ અનેક મણિઓથી ભરેલું હતું. વળી, તે સિંહાસનમાં ઘોડે, હાથી, મગર વગેરે પૂર્વોક્ત અનેક ચિત્રો કરેલાં હતાં. સિંહાસન આગળનું પાદપીઠ મણિમય અને રત્નમય હતું, તે પાદપીઠ ઉપરનું પગ રાખવાનું મસૂરિયું સુંવાળા અસ્તરથી ઢાંકેલું હતું અને તે મસૂરિયાની લટકતી ઝાલર કમળ કેસરતંતુ જેવી જણાતી હતી. સિંહાસન ઉપર જ ન પડે માટે તેને સારા શીલા રજસ્ત્રાણથી ઢાંકેલું હતું, ચેખા કપાસમાંથી બનેલું ચોકખું સૂતરાઉ કપડું તે રજસ્ત્રાણ ઉપર ગોઠવેલું હતું અને તે આખા સિંહાસન ઉપર એક રાતું વસ્ત્ર ઢાંકેલું હતું. એ રીતે એ સિંહાસનને રમ્ય, સુંવાળું અને સર્વ પ્રકારે પ્રાસાદિક બનાવવામાં આવ્યું હતું. ૬૪ એ સુંદર સિહાસનના ઉપરના ભાગમાં શંખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy