________________
શ્રી રાયપસણુઈય સુત્ત જેવો સર્વ પ્રકારે સરખો હોય છે-ક્યાંય ઊંચે નીચે નથી હોતો, એ પ્રકારે તે વિમાનની અંદરને ભૂભાગ સર્વ પ્રકારે સમ કરેલું હતું. વળી, જેમ ઘેટાનું, બળદનું, વરાહનું, સિંહનું, વાઘનું, હરણનું, બકરાનું અને દીપડાનું ચામડું સર્વ બાજુએથી શંકુ શંકુ જેવડા ખીલાઓ ભરાવી ખેંચતાં જેવું એકસરખું થઈ જાય છે તે તે વિમાનને અંદરને ભૂભાગ સમ બનાવેલ હતો. તે ભૂભાગમાં, કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા એવા અનેક મણિએ જડેલા હતા, તેમાંના કેટલાક આવર્તવાળા, પ્રત્યાવર્તવાળા, શ્રેણિ અને પ્રશ્રેણિવાળા હતા, કેટલાક વળી સ્વસ્તિક જેવા, પુષ્પમાણવ જેવા, શરાવસંપુટ જેવા હતા. તે મણિઓમાં બીજા કેટલાક માછલાનાં ઇંડાં જેવા અને મગરનાં ઇંડાં જેવા જણાતા હતા. કેટલાક મણિઓમાં ફૂલવેલ, કમળપત્ર, સમુદ્રતરંગ, વાસંતીલતા, કમળલ વગેરે જેવાં ઘણાં બીજાં સુંદર ચિત્ર કેરલાં હોય એમ દેખાતું હતું. તે ભૂભાગમાં જડેલા બધા મણિએ ભારે ચકચકાટવાળા, અનેક કિરણેવાળા, ઉત્કટ પ્રભાવાળા અને તેજના અંબારથી ભરેલા હતા.
પ૪ એ મણિઓમાં જે કાળા મણિ હતા તે મેઘ જેવા, આંજણ જેવા, દીવાની મેંશ જેવા, કાજળ જેવા, પાડાના શિંગડા જેવા, પાડાના શિગડામાંથી બનાવેલી ગોળી જેવા, ભમરા જેવા, ભમરાની હાર જેવા, ભમરાની પાંખના સારભાગ જેવા, જાંબૂડા જેવા, કાગડાના નાના બચ્ચા જેવા, કેયલ જેવા, હાથીના બચ્ચા જેવા, કાળા સાપ જેવા, કાળા બકુલ જેવા, શરદ ઋતુના વાદળા જેવા, કાળા અશોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org