________________
શ્રી રાયપરોણીય સુત્ત
એ બધાંય વૃક્ષે મૂળ, કંદ, સ્કંધ-થડ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજેથી યુક્ત છે, એ વૃક્ષનાં મૂળે ભેયમાં બહુ ઉંડે પહોચેલાં, સીધા અને એકસરખી રીતે ગોળ એ બધાં ઉગેલાં, પહેલું મૂળ, પછી કંદ, પછી થડ, પછી શાખા પ્રશાખા એ જાતની એકસરખી ઉગણી એ વૃક્ષાવળી માં સચવાએલી, એમની શાખા પ્રશાખાઓ ચારે કોર ફેલાએલી, એમનાં મેટાં મોટાં ગાળ થડે નામ વામ જેટલાં ઘેરાવવાળાં, એ વૃક્ષનાં પત્રે વાયુના દોષથી વા અન્ય પ્રકારની ઈતિ–ઉપદ્રવ–થી નહિ ખરેલાં અર્થાત્ એમનાં પાંદડાં એવાં ઘાટાં હતાં કે તેમાં કયાંય છિદ્ર જ ન જણાય, એ વૃક્ષનાં પાકાં ઘરડાં પાંદડાં તો ખરી પડેલાં અને તાજાં નવાં કૂણાં પાંદડાને લીધે એ, લીલા લીલા કાચ જેવા એપતા, વૃક્ષેની ટચે આવેલા નવા કોમળ કિસલયે શિખરની જેમ હત્યા કરતા, છએ ઋતુઓમાં એ બધાં કળેલાં-કળીઓવાળાં, પુલેલાં–પુલોવાળાં, ફળેલાં– ફળવાળાં, પલ્લવવાળાં, ગુચ્છાવાળાં અને ફળોના ભારથી નમેલાં રહેતાં.
એ ઉંચા ઉંચાં તરુઓ ઉપર દંપતીરૂપ સૂડા, મેર, મેના, કેયલ, કેરક, કવિ, ભિંગાર, કેડલક, જીવંજીવક, નંદીમુખ, કપિલ, કપિલાક્ષ, કારડ, ચકવા, કલહંસ અને સારસ વગેરે પક્ષીઓ આમતેમ ઉડતાં, કૂજતાં–મધુર કલકલ કર્યા કરતાં, ભમરા–ભમરીઓનું ઝુંડ (એમની ઉપર) ગુંજારવામાં મસ્ત રહેતું.
રેગ વિનાના, કાંટા વગરના અને મધુર રસભર એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org