________________
આ પક્ત ભાવને લક્ષ્યમાં રાખી રાજાએ સાધના શરુ કરી અને ગુરુરાજના કહેવા પ્રમાણે પોતાની જાત ઉપર જ અખતરે શરુ કર્યો.
સાધનાને મંગળમય કરવા માટે પ્રથમ તે રાજા પએસીએ પિતાના ગુરુદેવ કેશી મુનિને ક્ષમા આપવા માટે પ્રાર્થો. રાજાએ ભરસભામાં જણાવ્યું કે, આ પવિત્ર મુનિરાજનો મેં ઘણે અવિનય કર્યો છે તે બદલ તે મહાત્મા મને ક્ષમા કરવા કૃપા કરે એ મારી તેમને નમ્ર વિનંતિ છે.
પછી તો રાજાએ પોતાની સર્વ સંપત્તિના ચારે સરખા ભાગ ર્યા, જેમાંનો એક ભાગ માત્ર તેણે દાન માટે જ યોજ્યો અને દાનધર્મને-દાનપારમિતાને-કેળવતો રાજા પિતાની સાધનામાં લયલીન રહેવા લાગ્યા.
હવે તે એટલો બધે સાધનામય બનવા લાગ્યો કે, તેને પોતાની પ્રિય રાણીની પણ ભેગસાધન તરીકેની વિસ્મૃતિ થવા લાગી, એટલું જ નહિ પણ રાણીએ રાજાને વિષ આપ્યું અને તે રાજાની જાણમાં આવ્યું છતાં તેનું એક સંવાડું પણ ન ફરક્યું. તેને પોતાના દેહની એટલી બધી વિકૃતિ થઈ ગઈ કે દેહને નાશ કરનારી રાણું માટે તેને મનમાં કશું જ ન ઉગ્યું–તે તદ્દન સ્વસ્થ રહ્યા અને “માત્મચેવ માતાના 9:” ની પરિસ્થિતિ લગભગ પહોંચું પહોંચું થતાં સૂર્યાભ-સૂર્ય જેવી ઝગારા મારતી દિવ્ય—સ્થિતિને પામ્યો અને છેવટે વિદેહ થઈ જ્યોતમાં તની દશાને તે અનુભવશે.
ગતાનગતિકતા, અંધશ્રદ્ધા, પરીક્ષણશક્તિને વિરોધ વા અભાવ, નવા નવા પ્રયોગોને વિવેકપૂર્વક ખેડવાનું સાહસ ન હોવું, પૂર્વગ્રહનો અત્યધિક પક્ષપાત, એક જાતની વિવેક વિનાની સ્થિતિચુસ્તતા, જિજ્ઞાસા જ ન થવી, તર્કશક્તિને દુરુપયોગ, આડંબરપ્રિયતા, મુંઝ
જ શ્રી કેશી મુનિરાજ અને રાજા પએસીના સંવાદમાં મેં જે નવનીત જોયું છે તે અહીં જણાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org