SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ઃ ટિપણે હોય, એટલે તેમને જોતાં સૂર્યાભદેવને, તેમને નાટક દેખાડવાને સંક૯૫ થાય એ બરાબર સંગત લાગતું નથી; માત્ર ગણધરના ગણના ઇતર ઊતરતી કેટના સાધુઓને નાટક દેખાડવાને સંકલ્પ હોય તો તે કાંઈક વાસ્તવિક લેખી શકાય. આદર ન આપે ૯૧ ભગવાનની સ્થિતપ્રજ્ઞ દશા જોતાં તેઓ સૂર્યાભદેવના સંકલ્પને આદર ન આપે તે જ સ્વાભાવિક છે પણ આ તરફ સૂર્યાભદેવની મનેભૂમિકા જોતાં તે, તેમની પાસે નાટક કરી દેખાડવા સિવાય બીજું કરી પણ શું શકે ? ભક્તોની બે કોટિ છે. એક તો મનસા વીસા યેન પોતાના ભજનીયને અનુસરનારા વા અનુસરવા માટે અતુલ પ્રયત્નશીલ રહેનારા અને બીજા તેમના માત્ર પ્રશંસકે. પ્રથમ કેટિના ભકતે આવા બાહ્ય ઉપચારમાં પડતા નથી, એ તો ભજનીયના શુદ્ધ અનુસરણને જ પિતાની ભક્તિ સમજે છે, ત્યારે જે ભજનીયને અનુસરવા જેટલા પ્રબળ પુરુષાર્થશાળી નથી હોતા તેઓ તેમના પ્રશંસકે રહીને તેવું માને છે અને આવા પ્રશંસકે જ બાહ્ય ઉપચાર સિવાય બીજી ભક્તિ સુધી પહોંચી શકતા નથી. એ પ્રશંસકે, પિતાના ભજનીયનો બાહ્ય ઉપચાર સામે સખ્ત અણગમો જાણવા છતાંય તેમની પોતાની જાતની પ્રસન્નતા માટે તેઓ બાહ્ય ઉપચાર સિવાય બીજું કશું કરી શકે તેવા નથી હોતા. આ પરિસ્થિતિમાંથી ઔપચારિક ભક્તિનો આવિર્ભાવ થયો લાગે છે. આમાંથી વિવેકનું તત્ત્વ નીકળી જાય તો તે ઔપચારિક ભક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને વૈયક્તિક હાનિને નીપજાવે છે. વળી બીજું– ચઃ ચલાવતિ રિાષ્ટ: તત તવેતો બનઃ' એ ઉક્તિનું તત્ત્વ પણ ભગવાનના અણગમામાં રહેલું છે એ ધ્યાનમાં રાખવાનું છે. ટીકાકાર, સૂર્યાભદેવના એ નાટચવિાધને સ્વાધ્યાય વગેરે કર્તવ્યને વિઘાતક બતાવે છે (ૌતનારીનાં ૨ નાવેઃ સવાધ્યાયાલિવિયાતવારિત્રાત્ પૃ૦ ૪૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy