SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૪૩ એક મોટી સીસાની ખાણ તેમના જોવામાં આવી. થોડાક પણ સીસાના બદલામાં લેડું ઘણું મળે છે, માટે લોઢા કરતાં સીસાને બહુમૂલ્ય સમજી તેઓએ લેઢાના ભારાને પડતા મૂકી સીસાના ભારા બાંધવાનો વિચાર કર્યો અને એના ભારા બાંધ્યા પણ ખરા. પરંતુ તેઓમાંના એક સાથીએ સીસાને બહુમૂલ્ય સમજવા છતાં લોઢાના ભારાને પડતો મૂકી સીસાને ભારે ન જ બાંધો. એ બાબત તેને બીજા સાથીઓએ ઘણું ઘણું સમજાવ્યું તેમ તે એકને બે ન થયે. ઉલટું તેણે એમ કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! લેઢાને આ ભારે હું ઘણા દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણે મજબૂત બાંધેલો છે, માટે એને મૂકીને સીસાને ભારે બાંધવાનું મારું મન નથી. પછી તે તેઓ બધા સીસાના ભારાને ઉંચકી એ અટવીમાં વળી આગળ વધ્યા. આગળ ચાલતાં ચાલતાં તેઓએ તાંબાની, રૂપાની, સેનાની, રત્નની અને વજીની મોટી મોટી ખાણે જોઈ. એઓએ તો જેમ જેમ બહુમૂલ્ય વસ્તુઓ મળતી ગઈ, તેમ તેમ ઓછી કીંમતવાળી વસ્તુઓ છોડી દીધી અને આખરે તેઓએ વજીના ભારા બાંધી તેમને ઉંચકી પિતાના દેશમાં પોતપોતાના નગર ભણી જવાને પ્રયાણ કર્યું. નગરમાં પહોંચી, ભારે ભારે આણેલાં વજોને વેચી, તેઓ બધા ન્યાલ ન્યાલ થઈ ગયા. તેઓએ આઠ તળવાળા મેટા મોટા મહાલય બંધાવ્યા, ઘણાં દાસ દાસીઓ ગાય અને ઘેટાં વગેરેને આંગણે વસાવ્યાં અને એ મહાલમાં બિરાજી તેઓ તરુણીઓથી ભજવાતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy