SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૧૧૩ રાક = - - સાવOી નગરીથી વિહાર કરી ફરતાં ફરતાં તેઓ કેકયિઅર્ધ દેશની સેયવિયા નગરીના મિયવણ ઉદ્યાનમાં આવી પહોંચ્યા અને ત્યાં યાચિત અવગ્રહ સ્વીકારી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. ૨૦૭ જ્યારે કેશી કુમારશ્રમણ તે ઉદ્યાનમાં આવી પહોંચ્યા ત્યારે તેમનું આગમન થયું જાણી તે ઉદ્યાનમાલકો બહુ ખુશ થયા. તેમની પાસે આવીને તેઓએ કેશી શ્રમણને વાંદ્યા, તેમને યોગ્ય રહેવાના સ્થળમાં રહેવાની અનુમતિ આપી, અને તેમને ઉપગમાં લેવા માટે પીઠ પાટીયાં સંથારે વગેરે લઈ જવાને નિમંત્રણ આપ્યું. ૨૦૮ તે રખેવાળાએ કેશી કુમારશ્રમણનાં નામ અને ગોત્ર પૂછીને યાદ પણ કરી લીધાં. પછી તેઓ એકાંતમાં ભેગા થઈ પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયે ! આપણે ચિત્તરારથિ જેમની વાટ જેતે રહે છે, જેમનું દર્શન ઈચ્છે છે અને જેમનાં નામ ગેત્ર સાંભળતાં પણ એ ખૂબ પ્રસન્ન થાય છે, તે જ આ કેશી કુમારશ્રમણ ગામેગામ ફરતાં ફરતાં અહીં સેવિયા નગરીમાં આવી ચડ્યા છે; તો હે દેવાનુપ્રિયે ! આપણે જઈએ અને ચિત્તસારથિને તેને અતિપ્રિય લાગે તેવી કેશી કુમારના આગમનની હકીકત જણાવીએ. ૨૦૯ એવો વિચાર કરી તે ઉદ્યાનપાલકો ચિત્તસારથિને ઘેર ગયા, તેને પ્રણામપૂર્વક જયવિજયથી વધાવી કહેવા લાગ્યા કે, હે દેવાનુપ્રિય ! તમે જેમની વાટ જોઈ રહ્યા છે તે કેશી કુમારશ્રમણ આપણું સેવિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy