________________
શ્રી રાયપસેણઈય સુત્ત
૯૯
ધનુષ હાથમાં ધરી રાખેલાં, પિતા પોતાના પહેરવેશે ઉપર ઉત્તમ ચિહનપટ્ટો ભરાવેલા, તેમાંના કેટલાકના હાથમાં નીલાં પીળાં અને રાતાં ફળાં હતાં, કેટલાકના હાથમાં ચાપ, ચા, ચર્મ, દંડ, અને પાશ વગેરે અસ્ત્રશસ્ત્રો ઝબકી રહેલાં હતાં; પિતાના સ્વામી સૂર્યાભદેવ તરફ ખૂબ ભક્તિભાવભરી દષ્ટિએ જોતા તથા વિનીત ભાવે કિંકરભૂત થઈને રહેલા અને સમયે સમયે એ સૂર્યાભદેવની રક્ષા માટે સાવધાન રહેતા તે આત્મરક્ષક દેવે ત્યાં તેની ફરતા ચારે દિશામાં ચેકી પહેરો ભરતા ઊભા છે.
તે સૂર્યાભદેવની એ બધી દિવ્ય ઋદ્ધિ છે, દિવ્ય શોભા છે અને દિવ્ય દેવશક્તિ છે.
૧૭૪ પ્ર–હે ભગવન! એ સૂર્યાભદેવની સ્થિતિઆવરદા કેટલી લાંબી જણાવેલી છે ?
ઉ૦–હે ગૌતમ ! એની આવરદા ચાર પ૯પમની જણાવેલી છે.
પ્રવે—હે ભગવન્! સૂર્યાભદેવની સામાનિક સભામાં બેસનારા દેવની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે?
ઉ–હે ગૌતમ ! તેઓની આવરદા પણ ચાર પત્યેપમની જણાવેલી છે.
હે ગૌતમ ! તે સૂર્યાભદેવ એ પ્રકારની મહાદ્ધિ, મહાદ્યુતિ, મહાબળ, વિશાળ યશ, અતુલ સુખ અને મહાપ્રભાવવાળે છે.
૧૭૫ પ્ર–હે ભગવન્!તે પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ દેવઘતિ અને દેવપ્રભાવ એ બધું એ સૂર્યાભદેવને કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org