SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપણુઈય સુત્ત ૯૩ છે ટકાવ કર્યો, કેટલાકએ તે વિમાનની બધી ધૂળ ઝાડી કાઢી, બીજા કેટલાકે એ એ વિમાન અને તેનાં શેરી બજાર વગેરે ભાગોને લિંપીગૂંપીને સાફ કર્યા, માંચા ઉપર માંચા ઢાળીને વિમાનને શણગાર્યું, ઠેકઠેકાણે હારબંધ ધજાપતાકાઓ રેપી, ચંદરવા બાંધ્યા, સુગંધી છાંટણાં છાંટયાં, ચંદનના થાપા માર્યા, બારણેબારણે ચંદનના પૂર્ણ કળશે અને તેણે ટાંગ્યાં, લાંબી લાંબી સુગંધી માળાઓ લટકાવી, સુવાસિત પુપે વેર્યા. સુગંધમય ધૂપે ઉવેખ્યા, સેનું રૂપું વજી રત્નમણિ ફૂલ ફળ માળા ચૂર્ણ ગંધ આભરણ અને વસ્ત્ર વગેરેનો વરસાદ વરસા, મંગળ વાજા વાગ્યાં, ઢેલ ધડુક્યા, વીણાએ રણઝણી, ધવળ મંગળ ગવાયાં, વિવિધ પ્રકારનાં અભિનયવાળાં નૃત્યો થયાં, નાટક ભજવાયાં, સેનાં રૂપાં રત્નો વગેરે વેંચાયાં, એમ તે તે દેએ પિતાના સ્વામીના અભિષેકની ખુશાલીમાં તે વિમાનને અનેક પ્રકારે સુશોભિત કર્યું. ૧દર વળી, તે પ્રસંગે હર્ષમાં આવી જઈ કોઈ દેવ બુચકારા કરવા લાગ્યા, કોઈ ફૂલ્યા સમાતા નથી. કેટલાકે નાચવા મંડ્યા, તાંડવ કરવા લાગ્યા, હકારા કરવા લાગ્યા, બાહુઓ અફળાવવા લાગ્યા, હણહણવા માંડ્યા, હાથીની પેઠે ચીસે પાડવા લાગ્યા; કેટલાક ઊછળે છે, સિંહનાદ કરે છે, ઊંચે ઊડે છે, નીચે પડે છે, પગ પછાડે છે, ગાજે છે, ઝબકે છે, વસે છે, પોતપોતાનાં નામે કહી સંભળાવે છે, તેજથી તપે છે, કેટલાક મેટેથી યૂયૂ કરે છે અને કેટલાકે પિતાના હાથમાં ધૂપધાણાં, કળશે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy