________________
૭૮
શ્રી
બૃહદ્દ
જૈન થોક સંગ્રહ
૨૩ ત્રેવીસમે બોલે -પાંચ ઇન્દ્રિયના વિષય ૨૩ છે.
શ્રોત્રેન્દ્રિયના ૩ વિષય
-
જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ. ચક્ષુઇન્દ્રિયના ૫ વિષય – કાળો, નીલો, લાલ, પીળો, ધોળો. ઘ્રાણેન્દ્રિયના ૨ વિષય – સુરભિ ગંધ, દુરભિગંધ. ૨સેન્દ્રિયના ૫ વિષય – તીખો, કડવો, કસાયેલો (તૂરો), ખાટો, મીઠો. સ્પર્શેન્દ્રિયના ૮ વિષય – સુંવાળો, ખરખરો, હલકો, ભારે, ઉષ્ણ, ટાઢો, લૂખો (રૂક્ષ), ચોપડયો (સ્નિગ્ધ).
૨૪. ચોવીસમે બોલે – તોટાના પ્રકા૨ ૨૪ છે. ૧ ભણવા ગણવાની આળસ કરે તો જ્ઞાનનો તોટો (બહુત્રીની સાખ), ૨ સાધુ સાધ્વીનાં દર્શન ન કરે તો સમકિતનો તોટો (સોમિલ બ્રાહ્મણની સાખ), ૩ સમયસર પ્રતિક્રમણ ન ક૨ે તો વ્રત પ્રત્યાખ્યાનનો તોટો (ઉત્તરાધ્યન અધ્ય. ૨૫ની સાખ), ૪ સાધુ સાધ્વી ૫૨સ્પ૨ વૈયાવચ્ચ ન કરે તો તીર્થનો તોટો (ઠાણાંગ સૂત્રની સાખ), ૫ તપસ્યાની ને આચારની ચોરી કરે તો દેવતામાં ઊંચી પદવીનો તોટો (દશવૈકાલિક, ભગવતીની સાખ), ૬ કઠણ કલુષ ભાવ રાખે તો શીતળતાનો તોટો (સમવાયાંગની સાખ), ૭ અજતનાથી ચાલે તો જીવદયાનો તોટો (દશવૈકાલિકની સાખ), ૮ રૂપનો ને યૌવનનો મદ ક૨ે તો શુભ કર્મનો તોટો (પન્નવણાની સાખ), ૯ મોટાનો વિનય ન ક૨ે તો તીર્થંકરની આજ્ઞાનો તોટો (વ્યવહા૨સૂત્રની સાખ), ૧૦ માયા કપટ કરે તો જશ, કીર્તિનો તોટો (આચારાંગની સાખ), ૧૧ પાછલી રાતે ધર્મ જાગરિકા ન જાગે તો ધર્મધ્યાનનો તોટો (નિશીથની સાખ), ૧૨ ક્રોધ, કલેશ ક૨ે તો સ્નેહભાવનો તોટો (ચેડા કુણિકની સાખ), ૧૩ મન ઊંચું નીચું કરે તો અક્કલનો તોટો (ભૃગુ પુરોહિતની
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org