________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગરમી, ૫ અનંતો દાહ, ૬ અનંતો ભય, ૭ અનંત જ્વર, ૮ અનંતી . ખરજ, ૯ અનંતું પરવશપણું, ૧૦ અનંતો શોક.
- દશ પ્રકારે શ્રાવકને પસ્તાવું પડે તે કહે છે. ૧ સાધુની જોગવાઈ હોય અને પ્રશ્નાદિક પૂછે નહિ તો સાધુ વિહાર કરે પછી પસ્તાવું પડે, ૨ વખાણવાણી સાંભળે નહિ તો પસ્તાવું પડે, ૩ સામાયિક પ્રતિક્રમણ કરે નહિ તો પસ્તાવું પડે, ૪ આહાર પાણી અસૂઝતો હોય તો પસ્તાવું પડે, ૫ ભણવાની જોગવાઈ હોય અને ભણે નહિ તો પસ્તાવું પડે, ૬ સ્વધર્મીની ખબર લે નહિ તો પસ્તાવું પડે, ૭ ધર્મ જાગરણ જાગે નહિ તો પસ્તાવું પડે, ૮ સાધુની વિનયભક્તિ કરે નહિ તો પસ્તાવું પડે, ૯ સાધુની સારસંભાળ લે નહિ તો પસ્તાવું પડે, ૧૦ સાધુ વિહાર કરી જાય અને ખબર ન પડે તો પસ્તાવું પડે.
દશ પ્રકારે દેવતાનું આયુષ્ય બંધાય. ૧ અલ્પકષાયી હોય. ૨ નિર્મળ સમકિત પાળે. ૩ શ્રાવકનાં વ્રત શુદ્ધ પાળે. ૪ ગત વસ્તુ, ઈષ્ટ વિયોગની ચિંતા કરે. ૫ ધર્માત્માની ભક્તિ કરે. ૬ દયા દાનની વૃદ્ધિ કરે. ૭ જૈન ધર્માનુરાગી હોય. ૮ બાલતપ કરે. ૯ અકામ નિર્જરા કરે. ૧૦ સાધુનાં વત શુદ્ધ પાળે.
જ્ઞાનમાં વૃદ્ધિ કરાવનાર નક્ષત્ર ૧૦ છે. ૧ મૃગશીર્ષ, ૨ આદ્ર, પુષ્ય, ૪ પૂર્વા ફાલ્ગની, પ પૂર્વાષાઢા, ૬ પૂર્વાભાદ્રપદ, ૭ મૂળ, ૮ અશ્લેષા, ૯ હસ્ત અને ૧૦ ચિત્રા. એ દશ નક્ષત્રમાં ભણે તો જ્ઞાન વૃદ્ધિ થાય.
૧૧. અગિયારમે બોલે – શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણધરોના નામ. ૧. ઇદ્રભૂતિ. ૨. અગ્નિભૂતિ. ૩. વાયુભૂતિ. ૪. વ્યક્તજી. ૫. સુધર્મા સ્વામી. ૬. મૌર્યપુત્ર. ૭. અકંપિતજી. ૮. મંડિતજી, ૯. અચલભ્રાતા. ૧૦. મેતાર્ય. ૧૧. પ્રભાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org