________________
શ્રી પચ્ચીસ બોલ રહે, ૮ ધર્યવંત હોય તે એકલો રહે.
મનુષ્યને ઘેલાપણું આઠ પ્રકારે ઉત્પન્ન થાય છે. ૧ નર નારી પરસ્પર વાતો કરે ત્યારે ઘેલા. ૨ બાળકને રમાડતી સમયે ઘેલા. ૩ કલેશ કજિયા કરતી વખતે ઘેલા. ૪ દારૂ, ભાંગ ઈત્યાદિ નશાકારક પદાર્થોનું સેવન કર્યું હોય ત્યારે ઘેલા. ૫ પેચબંધ પાઘડી બાંધીને વટથી ફરે ત્યારે ઘેલા. ૬ અરીસામાં મુખ જોતી વખતે ઘેલા. ૭ શયન સમયે ઘેલા. ૮ હોળીમાં રમતા પુરૂષો ઘેલા, અષાઢી પૂનમે રમતી સ્ત્રીઓ ઘેલી.
દેખતા છતાં અંધના નામ તે આઠ છે. ૧ કામાંધ, ૨ ક્રોધોધ, 3 કૃપણાંધ, ૪ માનાંધ, ૫ મદાંધ, ૬ ચોરાંધ, ૭ જુગટાંધ, ૮ યુગલ્યાં.
આઠ મહાપાપી કહે છે. ૧ આત્મઘાતી, ર વિશ્વાસઘાતી, ૩ ગુરુ ઓળવનાર ૪ ગુરુ દ્રોહી, ૫ કૂડી સાક્ષી પૂરે, ૬ ખોટી સલાહ આપે, ૭ પચ્ચકખાણ વારંવાર ભાંગે, ૮ હિંસામય ધર્મ પ્રરૂપે તે મહાપાપી.
૯. નવમે બોલે – નવ પ્રકારે શરીરમાં રોગ ઉપજે તે કહે છે. ૧ ઘણું ખાય, ર અજીર્ણમાં ખાય તથા ઘણું બેસી રહે, ૩ ઘણું ઉધે, ૪ ઘણું જાગે, ૫ દિશા રોકે ૬ પેશાબ રોકે, ૭ ઘણું ચાલે, ૮ અણગમતી વસ્તુ ભોગવે, ૯ વારંવાર વિષય સેવે તે રોગ ઉપજે.
કે નવ બોલ સમજવાના કહ્યા છે તે કહે છે. ૧ રજપૂતને ક્રોધ ઘણો, ર ક્ષત્રિયને માન ઘણું, ૩ ગણિકાને માયા ઘણી, ૪ બ્રાહ્મણને લોભ ઘણો, પ મિત્રને રાગ ઘણો, ૬ શોકને દ્વેષ ઘણો, ૭ જુગારીને શોચ ઘણો, ૮ ચોરની માતાને ચિંતા ઘણી, ૯ કાયરને ભય ઘણો.
૧૦ દશમે બોલે – નારકીના જીવને દશ પ્રકારની વેદના કહે છે. ૧ અનંતી ભૂખ, ૨ અનંતી તરસ, 3 અનંતી ટાઢ, ૪ અનંતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org