________________
શ્રી પચ્ચીસ બોલ
પાંચ નક્ષત્રના પાંચ પાંચ તારા કહ્યા છે. ૧ રોહિણી, ૨ પુનર્વસુ, ૩ હસ્ત, ૪ વિશાખા, ૫ ધનિષ્ઠા.
૬. છ બોલે – સાધુ છ કારણે આહાર કરે તે કહે છે. ૧ સુધાવેદનીય શમાવવા માટે, ર વૈયાવચ્ચ કરવાને માટે, ૩ ઇયસમિતિ શોધવા માટે, ૪ સંયમના નિર્વાહ માટે, ૫ આયુષ્ય નિભાવવાને માટે, ૬ રાત્રીએ ધર્મ જાગરણ કરવાને માટે.
છ ધર્મના દેવ, ગુરુના નામ કહે છે. ૧ જૈન ધર્મમાં દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ, ૨ બૌદ્ધ મતમાં દેવ બુદ્ધ, ગુરુ ફંગી, 3 શીવ મતમાં દેવ રૂદ્ર, ગુરુ યોગી, ૪ દેવી મતમાં દેવી ધર્મ, ગુરુ વૈરાગી, પ ન્યાય મતમાં દેવ જગતકર્તા, ગુરુ સંન્યાસી, ૬ મીમાંસક મતમાં દેવ અલખ, ગુરુ દરવેશ.
સમકિતની છ જત્ના કહે છે. ૧ આલાપ – સ્વામી ભાઈઓની સાથે એકવાર બોલે, ૨ સંલાપ – સ્વધર્મી ભાઈઓની સાથે વારંવાર બોલે, ૩ મુનિને દાન દેવું અથવા સ્વધર્મી ભાઈઓની વાત્સલ્યતા કરવી, ૪ આવું વારંવાર પ્રતિદિન કરવું, ૫ ગુણીજનોના ગુણ પ્રગટ કરવા, ૬ તથા વંદન નમસ્કાર બહુમાન કરે.
છ વેશ્યાનો વિચાર કહે છે. ૧ કૃષ્ણ લેશ્યાવાળાને જીવહિંસા કરવાની ઈચ્છા હોય, ૨ નીલ લેશ્યાવાળાને ચોરીની ઈચ્છા હોય, ૩ કાપોત લેશ્યાવાળાને મૈથુનની ઈચ્છા હોય, ૪ તેજો વેશ્યાવાળાને તપશ્ચર્યા કરવાની ઈચ્છા હોય, ૫ પદ્મ લેશ્યાવાળાને દાન દેવાની ઈચ્છા હોય, ૬ શુક્લ લેશ્યાવાળાને મોક્ષની ઈચ્છા હોય.
કૃતિકા, અશ્લેષા એ બે નક્ષત્રના છ છ તારા છે.
૭. સાતમે બોલે – સાત કારણે છબસ્થ જાણવો. ૧ પ્રાણાતિપાત લગાડે, ર મૃષાવાદ લગાડે, ૩ અદત્તાદાન લગાડે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org