________________
| ૬૮
શ્રી બૃહદ જેન થોક સંગ્રહ જગ્યામાં ખાય તે અશુદ્ધ, ૩ અંધારી જગ્યાએ રાંધે અને અંધારી જગ્યાએ ખાય તે અશુદ્ધ, ૪ અજવાળી જગ્યાએ રાંધે અને અજવાળી જગ્યાએ ખાય તે શુદ્ધ.
અનુરાધા નક્ષત્ર, પૂર્વાષાઢા નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર, એ ત્રણ નક્ષત્રના ચાર ચાર તારા કહ્યા છે.
૫. પાંચમે બોલે – સમકિતના લક્ષણ પાંચ ૧ સમ, ૨ સંવેગ, ૩ નિર્વેદ, ૪ અનુકંપા, ૫ આસ્થા.
સમકિતના પાંચ દૂષણ કહ્યા છે, ૧) શંકા – જિનવચનમાં શંકા કરે. ૨) કંખા – બીજા મતોના આડંબર દેખી તેની વાંછા કરે. ૩) વિતિગિચ્છા – ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે. ૪) પરપાખંડીઓની પ્રશંસા કરે. ૫) પરપાખંડીનો હંમેશાં પરિચય કરે.
સમકિતના પાંચ ભૂષણ કહે છે, ૧) જૈનશાસનમાં ધૈર્યવાન હોય ને શાસનનાં દરેક કાર્યો પૈર્યતાથી કરે. ૨) જૈનશાસનમાં ભક્તિવાન હોય. ૩) શાસનમાં ક્રિયાવાન હોય. ૪) શાસનમાં ચતુર હોય. શાસનના દરકે કાર્ય એવી ચતુરાઈથી (બુદ્ધિબળથી) કરે કે જેથી નિર્વિઘ્નતાથી પાર પડી જાય. ૫) શાસનમાં ચતુર્વિધ સંઘની ભક્તિ તથા બહુમાન કરવાવાળો હોય. - શરીરમાંથી પાંચ ઠેકાણે થી જીવ નીકળે તે કહે છે. ૧ પગેથી નીકળે તો જીવ નરકગતિમાં જાય છે, ર સાથળેથી નીકળે તો જીવ તિર્યંચગતિમાં જાય છે, ૩ છાતીએથી નીકળે તો જીવ મનુષ્યગતિમાં જાય છે, ૪ મસ્તકેથી નીકળે તો જીવ દેવગતિમાં જાય છે, પસવગેથી નીકળે તો જીવ મોક્ષમાં જાય છે.
પાંચ પ્રકારે જીવ ધર્મ ન પામે તે કહે છે, ૧ અહંકારી, ૨ ક્રોધી, ૩ રોગી, ૪ પ્રમાદી અને ૫ આળસુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org