SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સમુદ્ર અસંખ્યાતા, એવં ભરતાદિ સર્વ ક્ષેત્ર, સર્વ અલાવા લોકાંત સાથે મેળવી દેવા. તથા નરકાદિ ૨૪ દંડક, ષટ્ દ્રવ્ય, છ લેશ્યા, આઠ કર્મ, ત્રણ દૃષ્ટિ, ૪ દર્શન, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૪ સંજ્ઞા, ૩ યોગ, ૨ ઉપયોગ, સર્વ દ્રવ્ય, સર્વ પ્રદેશ, સર્વ પર્યાય. એ બધા પ્રશ્નોના ઉત્ત૨ અનાદિ અનંત (શાશ્વતા) છે. હવે ચરમના પ્રશ્ન :– પૂ. હે પૂજ્ય ! લોકાંત પહેલાં કે કાળ પહેલાં ? ઉ. બન્ને શાશ્વત છે, અનાદિ અનંત છે. જેમ દ્વીપ સમુદ્રોથી કાળસુધી પ્રશ્ન લોકાંત સાથે કર્યા છે, તેમ અલોકાંત સાથે લગાડવા. જેમ લોકાંત અને અલોકાંત સાથે પ્રશ્નોત્તર છે, તેમ જ દ્વીપ સાથે નીચેના સર્વ સંયોગ લગાડવા, પછી દ્વીપને છોડીને સમુદ્ર સાથે, પછી સમુદ્રને છોડી ભ૨તાદિ ક્ષેત્ર સાથે, યાવત્ પર્યાયથી કાળની સાથે, સર્વ બોલોને લગાડવા. ઉ. અનાદિ અનંત. ઇશ્વર કર્તૃત્વ માનનારાનું આ પ્રશ્નોથી જ નિરાકરણ થાય છે. કા૨ણ ઇશ્વર કર્મરહિત, નિષ્ક્રિય, અમૂર્તિ, સચ્ચિદાનંદ, સ્વગુણ (જ્ઞાન, દર્શન) યુક્ત છે. જો ઇશ્વર કુંભાર માફક જગતને ઘડવા બેસે તો તેનું ઈશ્ર્વ૨ત્વ જ ન ૨હે. જગતમાં બે પ્રકારના પદાર્થો છે. શાશ્વતા અને કૃત્રિમ. શાશ્વતાના કોઈ કર્તા નથી અને કૃત્રિમ ચીજો કર્મ સહિત સંસા૨ી જીવો બનાવે છે. સંસારી જીવ કર્મ સહિત છે, તે કર્મજન્ય સુખ દુઃખ ભોગવે છે, તદાનુસા૨ ક્રિયા કરે છે, અને તે જીવ જ્યા૨ે તપ સંયમથી શુભાશુભ કર્મોનો નાશ ક૨શે ત્યા૨ે ઈશ્વ૨રૂપ થશે. રોહા મુનિ આ પ્રશ્નોત્તરોથી સંતુષ્ટ થઈ જ્ઞાન ધ્યાનમાં લીન થયા. એટલામાં ગૌતમ સ્વામીએ પ્રભુ સાથે નીચે મુજબ પ્રશ્નોત્ત૨ કર્યા. ૫. હે ભગવાન ! લોકસ્થિતિ કેટલા પ્રકારની છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy