SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારનાં તપ ૬૧૫ ૨. અનાશાતના વિનય. તેના ૪૫ ભેદ છે. અરિહંત ભગવાન, અરિહંત પ્રરૂપિત ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, ક્રિયાવાન, સાંભોગિક, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એ ૧૫ ની આશાતના ન ક૨વી. (૧૫) એ ૧૫ ની ભક્તિ-બહુમાન કરવા. (૩૦) એ ૧૫ નાં ગુણોની સ્તુતિ કરવી. (આમ કુલ ૪૫ થયા). ૩) ચારિત્ર વિનય -- તેના પાંચ ભેદ છે. ૧. સામાયિક ચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, અને ૫. યથાખ્યાત ચારિત્ર એ પાંચ ચારિત્ર અને તે પાંચ ચારિત્રવાનનો વિનય કરવો. તેના બે ભેદ અ. પ્રશસ્ત મન વિનય, ૪) મન વિનય બ. અપ્રશસ્ત મન વિનય. 1 અ. પ્રશસ્ત મન વિનય તેના ૧૨ ભેદ છે. અસાવધ, નિષ્ક્રિય, અકર્કશ, મધુર, કોમળ, કરુણામય, અનાશ્રવી, અછેદકા૨ી, અભેદકારી, અપરિતાપકારી, દયાળુ, જીવો પ્રત્યે શાતાકા૨ી (અહિંસક ભાવ) મન પ્રવર્તન કરવું. બ. અપ્રશસ્ત મન વિનય. ઉપ૨ોક્ત ૧૨ બોલથી વિરૂદ્ધ સાવદ્ય, કર્કશ, કટુ, કઠોર વિ. આચરણ કરવું તે અપ્રશસ્ત મન વિનય છે. આમ કુલ ૨૪ ભેદ મન વિનયના થયા. ૫) વચન વિનય – તેના બે ભેદ અ. પ્રશસ્ત વચન વિનય, બ. અપ્રશસ્ત વચન વિનય. મન વિનયની જેમ ૨૪ ભેદ વચન વિનયના સમજવા. ૬) કાય વિનય – તેના બે ભેદ. અ. પ્રશસ્ત કાંય વિનય, બ. અપ્રશસ્ત કાય વિનય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy