________________
૬૦૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૬ લેશ્યા, ૩ યોગ, ૨ ઉપયોગ, ૬ જ્ઞાન, ૩ દૃષ્ટિ, ૨ ચારિત્ર, ૩ વેદ.
એવં ૩૫ બોલ.
(૧) મનુષ્યમાં ૪૭ બોલ. ૫૦ માંથી ૩ ગતિ ઓછી ક૨વી. ઇતિ જીવ પરિણામ પદ.
園内的小内内
૯૭. અજીવ પરિણામ પદ
શ્રી પક્ષવણા સૂત્ર પદ ૧૩
અજીવ = પુદ્ગલનો સ્વભાવ પણ પરિણમનનો છે. તેના પરિણામના ૧૦ ભેદ છે. (૧) બંધન પરિણામ, (૨) ગતિ, (૩) સંસ્થાન, (૪) ભેદ, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) ૨સ, (૮) સ્પર્શ, (૯) અનુરૂલઘુ, (૧૦) શબ્દ પરિણામ.
૧. બંધન પરિણામ ઃ સમગુણ સ્નિગ્ધનું (ચીકણા) સમગુણ સ્નિગ્ધ સાથે બંધન ન થાય. (જેમ ઘી થી ઘી ન બંધાય.) સમગુણ રૂક્ષનું (રૂખા) સમગુણ રૂક્ષ સાથે બંધન ન થાય (જેમ ૨ાખથી ૨ાખ કે રેતીથી રેતી ન બંધાય). પણ સ્નિગ્ધ અને રૂક્ષ બે મેળવવાથી બંધ થાય છે. પણ અડધોઅડધ (સમ પ્રમાણ) હોય તો બંધ ન થાય. વિષમ (ન્યૂનાધિક) પ્રમાણમાં હોય તો બંધ થાય. તેમજ સ્નિગ્ધ સાથે બંધ થવા માટે બન્નેના ૫૨માણુ વચ્ચે બે ગુણનું અંતર હોવું જોઈએ. જેમ કે ૨ ગુણ સ્નિગ્ધ – ૪ ગુણ સ્નિગ્ધ, ૩ ગુણ રૂક્ષ – ૫ ગુણ રૂક્ષ.
–
૨. ગતિ : પુદ્ગલોની ગતિ બે પ્રકારની છે. (૧) સ્પર્શ કરતાં ચાલે (જેમ પાણીનો રેલો) અને (૨) સ્પર્શ કર્યા વિના ચાલે (જેમ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org