________________
પિ૯૦ ) શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ કારણ કે અજીવ દ્રવ્ય પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો છે, આકાશ અને પુદ્ગલના અનંત પ્રદેશો છે, અને કાળ વર્તમાન એક સમય છે. ભૂતભવિષ્યપેક્ષા અનંત સમય છે માટે અજીવ દ્રવ્ય અનંતા છે.
૫. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યના કામમાં આવે છે કે અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે ?
ઉ. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યના કામમાં નથી આવતા પણ અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યના કામમાં આવે છે કેમકે જીવો અજીવ દ્રવ્યને ગ્રહણ કરીને ૧૪ બોલ ઉત્પન્ન કરે છે. યથા ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, ૫ કાર્મણ શરીર, ૬-૧૦. ૫ ઇન્દ્રિયો, ૧૧ મન, ૧૨ વચન, ૧૩ કાયા અને ૧૪ શ્વાસોચ્છવાસ.
૫. અજીવ દ્રવ્યને નારકીના નેરીયા કામ આવે કે નેરીયાને અજીવ દ્રવ્ય કામ આવે ?
ઉ. અજીવ દ્રવ્ય ને નેરીયા કામ ન આવે પણ નેરીયાને અજીવ દ્રવ્ય કામ આવે. અજીવ ગ્રહીને ૧૨ બોલ ઉત્પન્ન કરે. (૧ શરીર, પ ઇન્દ્રિય, મન, વચન, કાયા અને શ્વાસોચ્છુવાસ).
દેવતાના ૧૩ દંડકના પ્રશ્નોત્તર પણ નારકીવત્ ૧૨ બોલ ઉપજાવે.
ચાર સ્થાવરના જીવો ૬ બોલ (૩ શરીર, સ્પર્શેન્દ્રિય, કાય અને શ્વાસોચ્છવાસ) ઉપજાવે. વાયુકાયના જીવો ૭ બોલ (ઉપરના ૬ માં એક વૈક્રિય ઉમેરી) ઉપજાવે.
બેઇન્દ્રિય જીવો ૮ બોલ ઉપજાવે (૩ શરીર, ૨ ઇન્દ્રિય, ર યોગ, ૧ શ્વાસોચ્છવાસ). ઇન્દ્રિય જીવો ૯ બોલ ઉપજાવે (૩ શરીર, ૩ ઇન્દ્રિય, ૨ યોગ, ૧ શ્વાસોચ્છવાસ). ચોરેન્દ્રિય જીવો ૧૦ બોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org