________________
શ્રી પચ્ચીસ ક્રિયા
૪૧
૧૧. દિઢિયા ક્રિયા - ૧. જીવ દિક્રિયા તે હાથી, ઘોડા, સરકસ, બગીચા વિ. જોવા જવાથી લાગે. ૨. અજીવ દિક્રિયા તે મહેલ, ચિત્રામણ આદિને (કુતૂહલપૂર્વક) જોવા જવાથી તેની ક્રિયા લાગે તે.
૧૨. પુક્રિયા ક્રિયા – ૧. જીવ પુક્રિયા તે સ્ત્રી, પુરૂષ, પશુ આદિ જીવોનાં અંગોપાંગનાં સ્પર્શથી ઉદ્ભવતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે. ૨. અજીવ પુક્રિયા તે વસ્ત્ર, આભૂપણ આદિ અજીવનાં સ્પર્શથી થતી રાગદ્વેષની પરિણતિથી ક્રિયા લાગે.
૧૩. પાડુચ્ચિયા ક્રિયા -- ૧. જીવ પાડુચ્ચિયા તે કુટુંબીજનો, શિષ્ય, ગ્રૂ આદિ જીવના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષ કરવાથી લાગે તે.૨. અજીવ પાડુચ્ચિયા તે મકાન, વસ્ત્ર આદિ અજીવ ચીજોના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષ કરવાથી લાગે તે.
૧૪. સામંતોવણિવાઇયા ક્રિયા – ૧ જીવ સામંતોવણિવાઇયા તે નોકર, ઘોડા, હાથી વિ. જીવનો સંગ્રહ કરે, તેની પ્રશંસા સાંભળી આનંદ પામે. ૨. અજીવ સામંતોણિવાઇયા તે મહેલ, વસ્ત્ર, આભૂષણાદિ અજીવનો સંગ્રહ કરે તેની પ્રશંસા સાંભળી આનંદ પામે. (અથવા દૂધ, દહીં, ઘી, તેલ વિ. ના વાસણ ઉઘાડાં રહી જતાં જીવહિંસા થાય તેની ક્રિયા લાગે તેવો અર્થ પણ કરવામાં આવે છે.
૧૫. સાહત્યિયા ક્રિયા – ૧. જીવ સાહત્યિયા તે ફૂંકડાં, સર્પ, હાથી વિ. જીવોને પોતાના હાથે હણે અથવા પરસ્પર લડાવે તથા મનુષ્યોને કુસ્તી કરાવે, ચાડી ફૂગલી કરી ઝઘડાં કરાવે તેની ક્રિયા લાગે તે.૨. અજીવ સાહત્થિયા તે અજીવ વસ્તુને સામસામે અકાળીને તોડે (તલવારથી લાકડી તોડે વિ.) તેની ક્રિયા લાગે તે.
૧૬. નેસન્થિયા ક્રિયા – ૧. જીવ નેસન્થિયા તે જૂ, લીખ,
-
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org