________________
(૪૦)
રી_
૪૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ તથા પરનાં પાણ હરણ કરે.
૬. આરંભિયા ક્રિયા - ૧ જીવ આરંભિયા તે જીવનાં નિમિત્તે છકાયનાં જીવનો આરંભ, હિંસા કરે. ૨. અજીવ આરંભિયા તે કપડાં, મૃત શરીરાદિ અજીવને નષ્ટ કરવા નિમિત્તે આરંભ કરે.
૭. પરિગ્રહિયા ક્રિયા- ૧. જીવ પરિગ્રહિયા તે કુટુંબ, નોકર, ગાય, ભેંસાદિ ત્રસ અને અનાજ, ફળાદિ સ્થાવર જીવોનો પરિચહ મમત્વભાવથી રાખે તેની ક્રિયા લાગે. ૨. અજીવ પરિગ્દહિયા તે વસ્ત્ર, આભૂપણ, મકાન આદિ અજીવનો પરિગ્રહ મમત્વથી રાખે તેની ક્રિયા લાગે છે.
૮. માયાવત્તિયા ક્રિયા – ૧ આયભાવ વંકણયા તે પોતે માયાયુક્ત વિચાર કરે, દગાબાજી કરે અને પોતાના આત્માને જ છેતરે તેની ક્રિયા લાગે. ૨. પરભાવ વંકણયા – બીજાનાં ભાવોને જાણી જોઈને વિકૃતરૂપે રજૂ કરે તે.
૯. અપચ્ચકખાણ વત્તિયા ક્રિયા – ૧ જીવ અપચ્ચકખાણ ક્રિયા તે જીવ જેમ કે મનુષ્ય, પશુ આદિની માલિકીની મર્યાદાનાં કે સર્વથા પચ્ચક્ખાણ ન કરે. ૨. અજીવ અપચ્ચકખાણ ક્રિયા તે સોનું, ચાંદી, મદિરા આદિ અજીવનાં પચ્ચખાણ ન કરે તેની ક્રિયા લાગે છે.
૧૦. મિચ્છાદંસણ વત્તિયા ક્રિયા – ૧ ઉણાઇરિત મિચ્છાદંસણ વરિયા તે જિનશ્વર દેવનાં જ્ઞાનથી ઓછી, અધિક શ્રદ્ધા તથા પ્રરૂપણા કરે. જેમકે જીવ અંગુઠા માત્ર છે કે એક જીવ સર્વ લોક બ્રહ્માંડ માત્રમાં વ્યાપી રહ્યો છે. ૨. તવારિત મિચ્છાદંસણ વત્તિયા તે જિનેશ્વર દેવનાં જ્ઞાનથી વિપરીત પ્રરૂપણા કરે જેમકે આત્મા છે જ નહિ અથવા જીવને અજીવ, અજીવને જીવ માને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org