________________
ભાષા પદ
પિ૭ તો ૮૩. ભાષા પદ) :
શ્રી પન્નવણા સૂત્ર પદ ૧૧ (૧) ભાષા જીવને જ હોય છે, અજીવને નથી હોતી, કોઈ પ્રયોગવશ અજીવમાંથી ભાષા નીકળતી સંભળાય છે તે પણ જીવની સત્તા છે.
(૨) ભાષાની ઉત્પત્તિ – ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીર દ્વારા જ છે.
(૩) ભાષાનું સંસ્થાન વજ જેવું છે. ભાષાના મુદ્દગલો વજ સંસ્થાનવાળા છે.
(૪) ભાષાનાં પુદગલો ઉત્કૃષ્ટ, લોકના છેડા (લોકાંત) સુધી જાય છે.
(૫) ભાષા બે પ્રકારની છે. પર્યાપ્ત ભાષા (સત્ય, અસત્ય) અને અપર્યાપ્ત ભાષા (મિશ્ર અને વ્યવહાર ભાષા).
(૬) ભાષક – સમુચ્ચય જીવ અને ત્રસના ૧૯ દંડકમાં ભાષા બોલાય છે. ૫ સ્થાવર અને સિદ્ધ ભગવાન અભાષક છે. ભાષક થોડા છે. અભાષક એથી અનંતગુણા છે.
(૭) ભાષા ૪ પ્રકારે છે – સત્ય, અસત્ય, વ્યવહાર અને મિશ્ર ભાષા. ૧૬ દંડકમાં ચારેય ભાષા. ત્રણ દંડક (વિકલેન્દ્રિય)માં વ્યવહાર ભાષા છે. ૫ સ્થાવરમાં ભાષા નથી.
(૮) સ્થિર અસ્થિર – જીવ જે પુદગલો ભાષારૂપે ગ્રહે છે તે સ્થિર છે યા અસ્થિર ? આત્માની નજીક રહેલા સ્થિર પુદ્ગલોને જ ભાષાપણે રહે છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અપેક્ષા ચાર પ્રકારે ગ્રહણ કરે છે.
૧. દ્રવ્યથી અનંતપ્રદેશી દ્રવ્યને ભાડાપણે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org