________________
ડાલાપાલા તો જઘન્ય પ્રત્યેક અસંખ્યાતા કહેવા. એ દાણાની સંખ્યાને પરસ્પર ગુણે (અભ્યાસ કરે *) અને જે સંખ્યા થાય તેને જઘન્ય યુક્તા અસંખ્યાતા કહેવા. તેમાંથી ૧ દાણો ન્યૂન તે ઉત્કૃષ્ટ પ્રત્યેક અસંખ્યાતા, બે દાણા ન્યૂન તે મધ્યમ પ્રત્યેક અસંખ્યાતા (૧ આવલિકાના સમય જઘન્ય યુક્તા અસંખ્યાતા જાણવા.)
જઘન્ય યુક્તા અસંખ્યાતાની રાશિ (ઢગલા) ને પરસ્પર ગુણતાં જે આવે તે જઘન્ય અસંખ્યાતા અસંખ્યાતા જાણવા. તેમાંથી ૧ જૂન તે ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતા. બે ઓછા તે મધ્યમ યુક્તા અસંખ્યાતા જાણવા.
જઘન્ય અસં. અસંખ્યાતાની રાશિને પરસ્પર ગુણતાં આવે તેને જઘન્ય પ્રત્યેક અનંતા જાણવા. તેમાંથી ર ન્યૂન તે મધ્યમ અસંખ્યાતા અસંખ્યાતા અને ૧ ન્યૂન તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતા જાણવા.
જઘન્ય પ્રત્યેક અનંતાની રાશિને પરસ્પર ગુણતા આવે તે જઘન્ય યુક્તા અનંતા, તેમાંથી બે ન્યૂન તે મધ્યમ પ્રત્યેક અનંતા અને ૧ ન્યૂન તે ઉત્કૃષ્ટ પ્રત્યેક અનંતા જાણવા.
જઘન્ય યુક્તા અનંતાને પરસ્પર ગુણે તો જ. અનંતાનંત થાય. તેમાંથી બે ન્યૂન તે મધ્યમ યુકતા અનંતા, ૧ ન્યૂન હોય તે ઉત્કૃષ્ટ યુક્તા અનંતા જાણવા.
જઘન્ય અનંતાનંતને પરસ્પર ગુણી (વર્ગ કરી) ને જે આવે તેને મધ્યમ અનંતાનંત કહે છે. એને પરસ્પર ગુણતા (વર્ગ કરતાં) આવે તે ઉત્કૃષ્ટ અનંતાનંત જાણવા. પણ સંસારમાં ઉત્કૃષ્ટ અનંતાનંત જેટલો
* તેને તે જ રકમને તેટલી વાર ગુણવી તેનું નામ અભ્યાસ. ગુણાકાર તે એક વખત કરે જેમ પ૪પ અને અભ્યાસ એટલે એક સંખ્યાને એ જ સંખ્યાથી એટલી વાર ગણવી જેમ કે પપપપપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org