SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ની જગતિ (કોટ) તે ઉપર વા યો. ની વેદિકા હોય તેવા ગોળાકારે કલ્પવા. એમાંના અનવસ્થિત પાલાને સરસવના દાણાથી સંપૂર્ણ ભરીને કોઈ દેવ ઉપાડે. જંબુદ્વીપથી માંડીને એકેક દાણો એકેક દ્વીપ અને સમુદ્રમાં નાખતો નાંખતો ચાલ્યો જાય. અંતે ૧ દાણો રહે તે દ્વીપ કે સમુદ્રમાં રોકાય. તે દાણો તે જ લીપ કે સમુદ્રમાં નાંખે અને નવો એક દાણો શીલાક પાલામાં નાખે. ફરીથી જે દ્વીપ યા સમુદ્ર સુધી પહોંચ્યો છે એવડો મોટો, લાંબો, પહોળો પાલો પણ એક હજાર યોજન ઊંડો, ૮ યો. જગતી, વા યો. ની વેદિકાવાળો બનાવે. તેને સરસવથી ભરી આગળના દ્વીપ અને સમુદ્રમાં એકેક દાણો નાંખતો જાય. એક દાણો છેલ્લો રહે ત્યાં રોકાય. તે ૧ દાણો તે જ દ્વીપ કે સમુદ્રમાં નાંખે અને નવો એક શીલાક પાલામાં નાખે. ફરીથી તે દ્વીપ કે સમુદ્રના વિસ્તાર જેવડો (ઊંડાઈ, જગતી, ઉપરવતુ) બનાવીને સરસવથી ભરી આગળ ને આગળ એકેક દ્વીપ એકેક સમુદ્રમાં એકેક દાણો નાખીને શીલાકને ભરે. જ્યારે શીલાક પૂરો ભરાય ત્યારે તેને ઉપાડીને અંતિમ (બાકી મૂકેલ) દ્વીપ કે સમુદ્રથી આગળ એકેક દાણો નાંખતા, નાખતા ખાલી કરે, અને એક દાણો પ્રતિશીલાક પાલામાં નાંખે. એમ આગળને આગળના દ્વીપસમુદ્રને અનવસ્થિત પાલો બનાવતાં એકેક દાણાથી શીલાકને ભરવો. પછી પ્રતિશીલાકને ખાલી કરતા એકેક દાણાથી મહાશીલાકને ભરવો. આવી રીતે મહાશીલાક ભરાઈ રહે, પછી પ્રતિશીલાકને ભરવો. પછી શીલાક અને અનવસ્થિત ભરી મૂકવો. આવી રીતે ચારે પાલા ભર્યા છે. છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડયો હતો ત્યાંથી પ્રથમ દ્વિીપ સુધી પડેલા બધા દાણાને એકઠા કરવા તમાં ચારેય પાલાના દાણા મેળવીને એક ઢગલો કરવો. તેમાંથી ૧ દાણી કાઢી લે તે ઉત્કૃષ્ટ સંખ્યાતા. કાઢેલો એક દાણો પાછો ઉમેરી દે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy