________________
જ્યોતિષી દેવ
૫૫૫
મંગળનાં વિમાન, ત્યાંથી ૩ યો. ઊંચે શનિશ્વરનાં વિમાન છે. સર્વસ્થાને તારાનાં વિમાન ૧૧૦ યોજનમાં છે.
૩. રાજધાની દ્વાર : તિńલોકમાં અસંખ્યાતી રાજધાનીઓ છે. ૪. સભા દ્વાર : જ્યોતિષીના ઇન્દ્રોને પણ પ-પ સભા છે તે ભવનપતિવત્.
૫. વર્ણ દ્વાર ઃ તારાનાં શરીર પંચવર્ણા શેષ ચા૨નો સુવર્ણ જેવો. ૬. વસ્ત્ર દ્વા૨ : સર્વ વર્ણનાં સુંદ૨, કોમળ વસ્ત્રો બધા દેવોના છે. ૭. ચિન્હ દ્વા૨ : ચંદ્ર ૫૨ ચંદ્ર માંડલ, સૂર્ય ૫૨ સૂર્ય માંડલ, એમ સર્વે દેવોના મુગટ ઉપર પોતપોતાના ચિન્હો છે.
૮. વિમાન પહોળાઈ, ૯. જાડાઈ દ્વા૨ : એક યોજનના ૬૧ ભાગ કરીએ તેમાંના ૫૬ ભાગ (૫૬/૬૧ યો.) ચંદ્ર વિમાનની પહોળાઈ, ૪૮ ભાગ (૪૮૬૧) સૂર્ય વિમાનની, બે ગાઉ ગ્રહ વિમાનની, ૧ ગાઉ નક્ષત્રના વિમાનની, અને II ગાઉ તારા વિમાનની પહોળાઈ છે. જાડાઈ એથી અડધી અડધી જાણવી. સર્વ વિમાન સ્ફટિક રત્નમય છે.
૧૦. વિમાન વાહક : જ્યોતિષી વિમાનો આકાશને આધારે રહી શકે છે. પણ માલિકના બહુમાન માટે જે દેવો વિમાન ઉપાડીને ફરે છે, તેની સંખ્યા – ચંદ્ર, સૂર્યના વિમાનને ૧૬-૧૬ હજાર દેવો, ગ્રહના વિમાન ને ૮–૮ હજાર દેવો, નક્ષત્રના વિમાનને ૪–૪ હજાર દેવો અને તારાના વિમાન ને ૨–૨ હજાર દેવો વાહક છે. તેઓ સરખે ભાગે ચારે દિશામાં મુખ રાખી પૂર્વમાં સિંહના રૂપે, પશ્ચિમમાં વૃષભ રૂપે, ઉત્તરમાં અસ્વરૂપે, અને દક્ષિણમાં હાથીરૂપે દેવો રહે છે.
૧૧. માંડલા દ્વાર : ચંદ્ર સૂર્ય આદિને ફ૨વાનો – દક્ષિણાયનથી ઉત્તરાયન જવાના માર્ગને માંડલા કહે છે. માંડલાનું ક્ષેત્ર ૫૧૦ યોજનનું છે. તેમાં ૩૩૦ યો. લવણસમુદ્રમાં અને ૧૮૦ યો. જંબુદ્વીપમાં છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org