________________
પપ૪ કી ૫૫ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Sો ૭૯. જ્યોતિષી દેવીનો
શ્રી પન્નવણા સૂત્ર પદ ૨ તથા જીવાભિગમ સૂત્ર
જ્યોતિષી દેવ અઢીદ્વીપમાં ચર (ફરનાર) છે અને અઢીદ્વીપની બહાર સ્થિર છે. તે પાકી ઇંટના સંસ્થાને છે. સૂર્ય–સૂર્યને અને ચંદ્ર-ચંદ્રને એકેક લાખ યોજનનું અંતર છે. ચર જ્યોતિષીથી અચર (સ્થિર) જ્યોતિષી અડધી કાંતિવાળા છે. ચંદ્ર સાથે અભિચ નક્ષત્ર અને સૂર્ય સાથે પુષ્ય નક્ષત્રનો સદા યોગ છે. માનુષોત્તર પર્વતથી આગળ અને અલોકથી ૧૧૧૧ યો. આ બાજુ તેની વચ્ચે સ્થિર જ્યોતિષી દેવના વિમાનો છે. પરિવાર ચર જ્યોતિષીની માફક જાણવો.
જ્યોતિષીના ૩૧ દ્વાર : ૧ નામ, ૨ વાસા, ૩ રાજધાની, ૪ સભા, ૫ વર્ણ, ૬ વસ્ત્ર, ૭ ચિન્હ, ૮ વિમાન પહોળાઈ, ૯ વિમાન જાડાઈ, ૧૦ વિમાનવાહક, ૧૧ માંડલા, ૧૨ ગતિ, ૧૩ તાપક્ષેત્ર, ૧૪ અંતર, ૧૫ સંખ્યા, ૧૬ પરિવાર, ૧૭ ઈન્દ્ર, ૧૮ સામાનિક, ૧૯ આત્મરક્ષક, ૨૦ પરિષદા, ૨૧ અનીકા, ૨૨ દેવી, ર૩ ગતિ, ૨૪ ઋદ્ધિ, ૨૫ વૈક્રિય, ૨૬ અવધિ, ૨૭ પરિચારણા, ૨૮ સિદ્ધ, ૨૯ ભવ, ૩૦ અલ્પબદુત્વ, ૩૧ ઉત્પન્ન દ્વાર.
૧. નામ ધાર: ૧ ચંદ્ર, ૨ સૂર્ય, 3 ગ્રહ, ૪ નક્ષત્ર, ૫ તારા.
૨. વાસા દ્વાર : તિર્જી લોકમાં સમપૃથ્વીથી ૭૯૦ યોજના ઊંચે ૧૧૦ યો. માં અને ૪પ લાખ યો. ના વિસ્તારમાં જ્યો. દેવોના વિમાન છે. જેમ કે ૭૯૦ યો. ઊંચે તારાનાં વિમાન, ત્યાંથી ૧૦ ધો. ઊંચે સૂર્યના વિમાન, ત્યાંથી ૮૦ યો. ઊંચે ચંદ્રનાં વિમાન, ત્યાંથી ૪ યો. ઊંચે નક્ષત્રનાં વિમાન, ત્યાંથી ૪ યો. ઊંચે બુધનાં, ત્યાંથી ? યો. ઊંચે શુક્રનાં, ત્યાંથી ૩ યો. ઊંચ બૃહસ્પતિનાં, ત્યાંથી 3 યો. ઊંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org