________________
પડટોીિ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૩૫) આહાર પચ્ચકખાણ – સદોષ આહાર લેવાના પચ્ચકખાણ કરે. (૩૬) કષાય પચ્ચકખાણ – ચાર કષાયના પચ્ચખાણ કરે. (૩૭) જોગ પચ્ચકખાણ – અશુભ યોગના પચ્ચક્ખાણ કરે. (૩૮) શરીર પચ્ચખાણ – શરીર શુશ્રષાના પચ્ચકખાણ કરે. (૩૯) સહાય પચ્ચકખાણ – બીજા સાધુ, શિષ્યોની સહાય ન લેવી. (૪૦) ભત્ત પચ્ચકખાણ – આહાર લેવાના પચ્ચક્ખાણ કરે. (૪૧) સદ્ભાવ પચ્ચકખાણ – દિશારૂપ અનાદિ સ્વભાવના
પચ્ચખાણ કરે. (પ્રવૃત્તિમાત્રનો ત્યાગ કરે). (૪૨) પ્રતિરૂપતા – કપટાઈ રહિત યતિના વેશે અને અનાચારે
પ્રવર્તે. (૪૩) વૈયાવચ્ચ – ગુણવંત સાધુની સેવા કરે. (૪૪) સર્વ ગુણ સંપન્ન – જ્ઞાનાદિ સર્વ ગુણ સંપન્ન હોય. (૪૫) વીતરાગતા – રાગ દ્વેષ રહિત પ્રવર્તે. (૪૬) ખંતિ – ક્ષમા સહિત પ્રવર્તે. (૪૭) મુક્તિ – લોભ રહિત પ્રવર્તે. (૪૮) આર્જવતા – અહંકાર રહિત પ્રવર્તે. (૪૯) મૃદુતા – સરળ (નિષ્કપટ) પણે પ્રવર્તે. (૫૦) ભાવ સત્ય – શુદ્ધ અંતઃકરણ (સત્યતા)થી પ્રવર્તે. (૫૧) કરણ સત્ય – (સવિધિ) ક્રિયા કરતા પ્રવર્તે (૫૨) યોગ સત્ય – મન, વચન, કાયા જોગ સત્ય પ્રવર્તે. (૫૩) મન ગુપ્તિ- પાપથી મન નિવારીને મન ગુપ્તિપણે પ્રવર્તાવે. (૫૪) વચન ગુપ્તિ - વચન ગુપ્તિપણે પ્રવર્તાવે. (૫૫) કાય ગુમિ - કાયાને ગુપ્તિપણે પ્રવર્તાવે. (૫૬) મન સમાધારણા – મનને સત્યભાવે સ્થાપવાપણે પ્રવર્તાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org