SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યફ પ્રરાક્રમના ૭૩ બોલ મંગળ કરે. (૧૫) કાળ પ્રતિલેખના – સ્વાધ્યાયનો કાળ પ્રતિલેખે. (૧૬) પ્રાયશ્ચિત – ગુરુ સમીપે પ્રાયશ્ચિત લે. (૧૭) ક્ષમાપના – પોતે કરેલા દોષોની માફી માંગે. ખમાવે. (૧૮) સ્વાધ્યાય – કાળોકાળ સ્વાધ્યાય કરે. (૧૯) વાંચના – સૂત્ર સિદ્ધાંતની વહેચણી દે. (૨૦) પતિપૂચ્છના – સૂત્ર અને અર્થમાં સંદેહ પડતાં પ્રશ્ન પૂછે. (૨૧) પરિયણા – વારંવાર સૂત્રજ્ઞાન ફેરવે. (૨૨) અનુપેક્ષા – સૂત્રાર્થનું ચિંતન કરે. (૨૩) ધર્મકથા – ધર્મકથા (ધર્મ ઉપદેશ) કહે. (૨૪) શ્રત આરાધના – સૂત્ર સિદ્ધાંતની આરાધના કરે. (૨૫) મનની એકાગ્રતા – એકાગ્ર શુભ મનની સ્થાપના કરે. (૨૬) સંયમ – સત્તર ભેદે સંયમ પાળે. (૨૭) તપ – બાર ભેદે તપ કરે. (૨૮) વ્યવદાન – પૂર્વકૃત કર્મોનો ક્ષય કરે. કર્મ ટાળે. (૨૯) સુખશાતા – વિષયસુખને ટાળે. (૩૦) અપ્રતિબદ્ધતા – વિષયસુખમાં આસક્તિનો ત્યાગ. અપ્રતિબદ્ધ પણું કરે. (૩૧) વિવિક્ત શયનાસન – સ્ત્રી, પશુ, પંડગ (નપુંસક) રહિત ભોગવે. (૩૨) વિનિવર્તના – વિશેષે કરી વિષયથી નિવર્તે. (૩૩) સંભોગ પચ્ચકખાણ – પોતાના તથા બીજાનો લાવેલ આહાર, વસ્ત્રાદિ ભેગા કરી વહેંચી લે તે સંભોગ. તેનું પચ્ચખાણ કરે. (૩૪) ઉપધિ પચ્ચકખાણ –- ઉપકરણના પચ્ચકખાણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy