SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ આહા૨ના ૧૦૬ દોષ (૭) ગરમ આહારને ફૂંક દઈને વહોરાવે તેવો આહાર લે તો. (૮) વીંજણાદિથી ઠંડો કરેલો આહાર લે તો દોષ લાગે. શ્રી ભગવતી સૂત્રમાં બતાવેલા ૧૨ દોષ (૧) સંયોગ દોષ – નિરસ આહારને મનોજ્ઞ બનાવવા બીજી ચીજો મેળવે તો. (જેમ દૂધ મોળું છે તેમાં સાકર આદિ). (૨) દ્વેષ દોષ- નિરસ આહાર મળવાથી નફરત (ચીડ) લાવે તે. (૩) રાગ દોષ – સરસ આહાર મળવાથી ખુશી (ગૃદ્ધિ) લાવે તો. (૪) અધિક પ્રમાણમાં (ઠાંસીને) આહાર કરે તો. (૫) કાલાતિક્રમ દોષ – પહેલા પહોરનો (સવારમાં) લાવેલ આહાર ચોથા પહોરે (સાંજે) આહાર કરે તો. (૬) માર્ગીતિક્રમ દોષ – બે ગાઉથી (૭ કિ.મી.) દૂર લઈ જઈને આહાર કરે તો. (૭) સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી આહાર કરે તો. (૮) દુષ્કાળ કે અટવીમાં દાનશાળાનો આહાર લે તો. (૯) દુષ્કાળમાં ગરીબો માટે કરેલો આહાર લે તો. (૧૦) ગ્લાન રોગી પ્રમુખ માટે કરેલો આહાર લે તો. (૧૧) અનાથો માટે બનાવેલો આહાર લે તો. . (૧૨) ગૃહસ્થના આમંત્રણથી તેને ઘેર જઈને આહાર લે તો દોષ. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં બતાવેલા પાંચ દોષ (૧) મુક્તિ માટે આહારનું રૂપાંતર કરીને દે તેવો આહાર લે તો. (જેમ બુંદીના લાડવા વાળીને આપે). (૨) મુનિ માટે આહારનો પર્યાય પલટીને આહાર લે તો. * (જેમ દહીંનું રાઈતું કે છાશ કરીને આપે). (૩) ગૃહસ્થોને ત્યાંથી પોતાને હાથે આહાર લે તો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy