________________
પરદા
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૧૩) રાજપિંડ (રાજાને જમવાનો બલિષ્ટ) આહાર લે તો. (૧૪) શધ્યાંતર પિંડ – મકાનદાતાને ત્યાંથી આહાર લે તો. (૧૫) નિત્ય પિંડ – રોજ એક જ ઘરેથી આહાર લે તો. (૧૬) પૃથ્વી આદિ સચિત્ત ચીજોને લાગેલો (અડેલો) આહાર લે તો. (૧૭) ઇચ્છા પૂરનારી દાનશાળાનો આહાર લે તો. (૧૮) તુચ્છ વસ્તુ (થોડી ખવાય, વધુ પરઠવી પડે તેવી) ગોચરીમાં
લે તો. (૧૯) આહાર દેતાં પહેલાં સચિત્ત પાણીથી હાથ ધોયા હોય કે વહોરાવ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધોવે એવો આહાર લે તો. (૨૦) નિષિદ્ધ કૂળ (મધ, માંસાદિ અભક્ષ્ય ભોજી) નો આહાર લે તો. (૨૧) અપ્રતિતકારી (સ્ત્રી, પુરૂષો દુરાચારી હોય તેવા કૂળનો)
આહાર લે તો. (૨૨) ગૃહસ્થ પોતાને ઘરે આવવાની ના કહી હોય તેવા ઘરથી
આહાર લે તો. (૨૩) મદિરાદિ કેફી વસ્તુની ગોચરી કરે તે મહાદોષ.
શ્રી આચારાંગ સૂત્રમાં બતાવેલા ૮ દોષ (૧) મહેમાન માટે બનાવેલ આહાર, તેમના જમ્યા પહેલાં લે તો. (૨) ત્રસ જીવોનું માંસ સર્વથા નિષિદ્ધ છે તે લે તો મહાદોષ. (૩) પુણ્યાર્થ ધન, ધાન્યમાંથી બનાવેલ આહાર લે તો. (૪) જમણવાર (ઘણાં માટે ન્યાત ભોજન આદિ)માંથી આહાર લે તો. (૫) જ્યાં બહુ ભિખારી, ભોજનાથ ભેગા થયા હોય તે ઘરમાંથી
આહાર લે તો. (૬) ભૂમિગ્રહ (ભોંયરા, ઊંડા ભંડકીયા)માંથી આહાર કાઢીને આપે
તે લે તો.
Jaiń Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org