________________
આહારના ૧૦૬ દોષ પિર૫]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવેલ બે દોષ (૧) અન્ય કૂળમાંથી ગોચરી ન કરતાં પોતાના સ્વજન સંબંધીઓને
ત્યાંથી જ ગોચરી કરે તે. (૨) વિના કારણ આહાર લે નહિ અને વિના કારણ આહાર ત્યાગે
નહિ. (૨૬ મું અધ્યયન).
છ કારણે આહાર લે: ૧. સુધાવેદનીય સહન ન થાય તો, ૨. આચાર્યાદિની વૈયાવચ્ચ હેતુથી, ૩. ઇર્ષા સમિતિના પાલન માટે, ૪. સંયમ નિર્વાહ માટે, ૫. જીવોની રક્ષા કરવા નિમિત્તે, ૬. ધર્મ કથાદિ કરવા માટે.
છ કારણથી આહાર છોડે : ૧. રોગાદિ થવાથી, ૨. ઉપસર્ગ આવવાથી, ૩. બ્રહ્મચર્ય ન પળાય તો, ૪. જીવોની રક્ષા માટે, ૫. તપશ્ચર્યા માટે, ૬. અનશન (સંથારો) કરવા માટે.
- શ્રી દશવૈકાલિક સૂત્રમાં બતાવેલા ૨૩ દોષ (૧) નીચા દરવાજામાં થઈ જવાતું હોય તો ત્યાં ગોચરી કરવાથી (૨) અંધારૂં પડતું હોય એને ઠેકાણે ગોચરી કરવાથી. (૩) ગૃહસ્થોનાં દ્વાર પર (ખડકી આગળ) બેઠેલ બકરા, બકરી, (૪) બચ્ચા બચ્ચી, (૫) કૂતરાં, (૬) વાછડી આદિને ઓળંગી (ટપી)
ને જાય તો. (૭) અન્ય કોઈ પ્રાણીને ઓળંગી (ટપી) ને જાય તો. (૮) સાધુને આવતા જાણી ગૃહસ્થ સંઘટ્ટાની (સચિત્તાદિ) ચીજો
આઘી પાછી કરી હોય ત્યાંથી ગોચરી લે તો. (૯) દાન માટે બનાવેલ (૧૦) પુણ્ય માટે બનાવેલ લે તો. (૧૧) રાંક ભિખાર માટે બનાવેલ (૧૨) બાવા સાધુઓ માટે
બનાવેલ આહાર લે તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org