________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૪) મુનિને માટે ઓરડા આદિની અંદરથી લાવીને આપેલો આહાર
લે તો. (૫) મધુર મધુર (ખુશામતી) વચનો બોલીને આહારની યાચના કરે તો.
શ્રી નિશીથ સૂત્રમાં બતાવેલા ૬ દોષ (૧) ગૃહસ્થોને ત્યાં જઈને આ વાસણમાં શું છે?' એમ પૂછીને યાચના
કરે તે. (૨) અનાથ, મજૂર પાસેથી યાચીને દીનતાથી આહાર લે તો. (૩) અન્યતીર્થી (બાવા સાધુ)ની ભિક્ષામાંથી યાચીને આહાર લે તો. (૪) પાસસ્થા (શિથિલાચારી) પાસેથી યાચીને આહાર લે તો. (૫) જૈન મુનિઓની દુર્ગછા કરનાર કૂળમાંથી યાચીને આહાર લે તો. (૬) મકાનની આજ્ઞા દેનાર (શધ્યાંતર) ને સાથે લઈ, તેની દલાલીથી આહાર લે તો.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં બતાવેલા ર દોષ (૧) બાળક માટે બનાવેલ આહાર લે તો. (૨) ગર્ભવતી માટે બનાવેલ આહાર લે તો.
શ્રી બૃહતકલ્પ સૂત્રમાં બતાવેલ ૧ દોષ (૧) ચાર પ્રકારનો આહાર રાત્રે વાસી રાખીને બીજે દિવસે ભોગવે
તો દોષ.
એવું ૪૨ + ૫ + ૨ + ૨ ૩ + ૮ + ૧૨ + ૫ + ૬ + ૨ + ૧ = ૧૦૬. તેમાં પ માંડલાના અને ૧૦૧ ગોચરીના દોષ જાણવા.
ઇતિ આહારના ૧૦૬ દોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org