________________
-
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૬૮. આહારના ૧૦૬ દોષો
મુનિ ૧૦૬ દોષ ટાળીને ગોચરી કરે. તે જુદા જુદા સૂત્રોના આધારે જાણવા. આચારાંગ, સૂયગડાંગ તથા નિશીથ સૂત્રના આધારે ૪ર દોષ કહે છે. (૧) આધાકર્મી = મુનિ નિમિત્તે છકાયનો આરંભ કરી બનાવેલ. (૨) ઉદેશિક = બીજા સાધુને માટે બનેલો આધાકર્મી આહાર. (૩) પૂતિકર્મ = નિર્વધ આહારમાં આધાકમ અંશ માત્ર મળેલો
હોય તે અથવા રસોઈમાં સાધુ માટે થોડું વધારે કર્યું હોય તે. (૪) મિશ્રદોષ = કંઈક ગૃહસ્થને માટે, કંઈક સાધુ નિમિત્તે બનેલો
મિશ્ર આહાર. (૫) ઠવણદોષ = સાધુ માટે રાખી મૂકેલ આહાર હોય તે. (૬) પાડિય = મહેમાન માટે બનાવેલ હોય (સાધુ નિમિત્તે
" મહેમાનોની તિથિ ફેરફાર થઈ હોય તો.) (૭) પાવર = જ્યાં અંધારૂં પડતું હોય ત્યાં સાધુ નિમિત્તે બારી
કરાવી દે તો. (૮) ક્રિય = સાધુ માટે વેચાતો લાવી આપેલ હોય તે. (૯) પામિચ્ચે = સાધુ માટે ઉધાર લાવી આપેલ હોય તે. (૧૦) પરિયડે = સાધુ માટે વસ્તુ બદલે વસ્તુ આપીને લાવીને આપે છે. (૧૧) અભિહડ = અન્ય સ્થાનથી સામે લાવીને આપે તે. (૧૨) ભિન્ન = ઝાંપો, કમાડ આદિ ઉઘાડીને આપે છે. (૧૩) માલોડ = મેડા (માળ) ઉપરથી મુશ્કેલીથી ઉતારી શકાય તેવો. (૧૪) અચ્છીજે = નિર્બળ પર દબાણ કરીને સબળને અપાવે તે. (૧૫) અણિસિ = ભાગીદારીની ચીજ હોઈ તેમાં કોઈ દેવા ઈચ્છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org