________________
૫૨૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
(૬) દેશ સ્નાન કે સર્વ સ્નાન (શરીર લૂછીને કે પૂરી રીતે ન્હાવું તે)
કરે તો.
(૭) સચિત્ત અચિત્ત પદાર્થોની સુગંધ લે તો. (૮) ફૂલ વગેરેની માળા પહેરે તો.
(૯) પંખા, વીંજણાથી પવન ઢોળે (હવા ખાય) તો. (૧૦) તેલ, ઘી આદિ આહા૨નો સંગ્રહ કરે તો. (૧૧) ગૃહસ્થના વાસણમાં ભોજન ક૨ે તો.
(૧૨) રાજપીંડ (બલિષ્ટ–રાજા માટે બનાવેલ) આહાર લે તો. (૧૩) દાનશાળામાંથી આહારાદિ લાવે તો.
(૧૪) શ૨ી૨નું વિનાકા૨ણ મર્દન કરે, કરાવે તો. (૧૫) વિના કા૨ણે આંગળીથી દાંત ધૂએ તો. (૧૬) ગૃહસ્થોને સુખશાતા પૂછી ખુશામત કરે તો. (૧૭) દર્પણ (કાચ) માં અંગોપાંગ ની૨ખે તો.
(૧૮) ચોપાટ, શતરંજ આદિ ૨મત ૨મે તો, જુગાર કે સટ્ટો કરે તો. (૧૯) ટાઢતડકા માટે છત્ર (છત્રી આદિ) રાખે તો.
(૨૦) રોગનો સાવધ ઈલાજ કરે તો.
(૨૧) પગરખાં, મોજાં આદિ પગમાં પહેરે તો.
(૨૨) અગ્નિકાય આદિનો આરંભ (તાપ આદિ) ક૨ે તો. (૨૩) મકાનની આજ્ઞા દેનાર(શય્યાન્ત૨)ને ત્યાંથી વહો૨ે તો. (૨૪) ગૃહસ્થોને ત્યાં પલંગ, ગાદી-તકીયાદિ આસને બેસે તો. (૨૫) ગૃહસ્થોને ત્યાં પલંગ, ખાટ આદિ ૫૨ બેસે તો. (૨૬) વિના કા૨ણે ગૃહસ્થોને ત્યાં બેસીને કથાદિ કરે તો. (૨૭) વિના કા૨ણે શરીર પીઠી, માલિસ આદિ ક૨ે તો. (૨૮) ગૃહસ્થ લોકોની વૈયાવચ્ચ, સેવા કરે તો.
Jain Education International For Private & Personal Use Only
।
www.jainelibrary.org